Site icon Revoi.in

પીએમ મોદી જળવાયું સમ્મેલનમાં ભાગ લેવા ગ્લાસગો જશે,આંતરરાષ્ટ્રીય બેઠક 31 ઓક્ટોબરથી શરૂ

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટેનના ગ્લાસગોમાં જલવાયુ પરિવર્તન પર યોજાનારી સંયુકત રાષ્ટ્ર સમ્મેલનમાં ભાગ લેશે.આ આંતરરાષ્ટ્રીય બેઠક 31 ઓક્ટોબરથી શરૂ થશે.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ગુરુવારે એક મુલાકાતમાં પીએમની ગ્લાસગો મુલાકાતની પુષ્ટિ કરી હતી. જો કે, તેમનું શેડ્યૂલ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.

ભારત ચીન પછી વિશ્વમાં ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જક ત્રીજા ક્રમે છે. COP-26 કોન્ફરન્સમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભાગીદારીની આસપાસની અનિશ્ચિતતા વચ્ચે PM મોદીની ભાગીદારીને મહત્વની માનવામાં આવી રહી છે.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, દુનિયામાં કેટલાક પ્રદુષક દેશોના મુકાબલે અમારું રાષ્ટ્રીય રીતે નિર્ધારિત યોગદાન વધુ પ્રગતિશીલ છે. ભારત 2030 સુધીમાં ગ્રીન એનર્જી ક્ષમતા 450 GW સુધી વધારવાની દિશામાં આગળ વધી રહ્યું છે. દેશમાં 100 જીડબલ્યુથી વધુ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે.

મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે COP-26 પર ભારતનું વલણ એક સપ્તાહમાં પીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક દરમિયાન નક્કી કરવામાં આવશે.