Site icon Revoi.in

પીએમ મોદી 26-27 જૂને G-7 શિખર સમ્મેલનમાં ભાગ લેવા જર્મની જશે – ખાસ મુદ્દાઓ પર કરશે ચર્ચા

Social Share

 

દિલ્હીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જર્મની જવા માટે રવાના થશે, પ્રાપ્ત જાણકારી માટે  જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝના આમંત્રણ પર આવનારા દિવસોમાં 26-27 જૂનના રોજ જી7 સમ્મેલનમાં ભાગ લેવા માટે પીએમ મોદી જશે.

વિદેશ મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે આ સમ્મેલનનું આયોજન જર્મનીની અધ્યક્ષતામાં થઈ રહ્યું છે, જેમાં આર્જેન્ટિના, ઈન્ડોનેશિયા, સેનેગલ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. 

આ સાથે જ વિદેશ મંત્રાલયે કહ્યું કે, વડાપ્રધાન મોદી તેમની જર્મનીની મુલાકાત દરમિયાન બે સત્રોને સંબોધિત કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે જેમાં પર્યાવરણ, ઉર્જા, આબોહવા, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, લિંગ સમાનતા અને લોકશાહી જેવી બાબતો પર ખાસ ચર્ચાઓ યોજાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જૂને સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત પણ લેશે. વિદેશ મંત્રાલયે બુધવારે આ માહિતી આપી હતી.મંત્રાલયના નિવેદન અનુસાર, વડાપ્રધાન મોદી જર્મનીમાં 26-27  મા રોજ G7 શિખર સંમેલનમાં ભાગ લીધા બાદ 28 જૂને સંયુક્ત આરબ અમીરાત ની મુલાકાત લેશે.