Site icon Revoi.in

પીએમ મોદી આજે રાજસ્થાનની મુલાકાતે – ગુર્જર સમુદાયના વડા ભગવાન શ્રી દેવનારાયણજીના 1111મા અવતાર ઉત્સવનો ભાગ બનશે

Social Share

જયપુરઃ- આજના દવિસે રાજ્યની સરકારે દેવનારાયણ જયંતિનો ઉત્છેસવ મનાવી રહી, ભીલવાડાના આસિંદમાં આજે દેવનારાયણની જન્મજયંતિનો મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ દિવસે હવે રાજ્ય સરકારે રજા પણ જાહેર કરી છે ત્યારે આ કાર્યક્રમમાં પીએમ મોદી મુખ્યમહેમાન બનવાના છે.

આ કાર્યક્મ ભીલવાડાના આસિંદમાં કરવામાં આવી રહ્યા છે. ગુર્જર સમુદાયના વડા ભગવાન શ્રી દેવનારાયણજીના 1111મા અવતાર ઉત્સવમાં મોદી મુખ્ય અતિથિ હશે. વડાપ્રધાન સવારે 11.30 થી 12.45 દરમિયાન માલસેરી ડુંગરી ખાતેના કાર્યક્રમમાં હાજર રહેશે. આ દરમિયાન તેઓ પહેલા ભગવાન શ્રીદેવનારાયણ મંદિરમાં પૂજા કરશે. જ્યાં મંદિરના મુખ્ય પૂજારી હેમરાજ પોસવાલ દ્વારા વડાપ્રધાનનું પૂજન કરવામાં આવશે. અને ત્યાર બાદ તેઓ જનસભા પણ સંબોધશે.

પીએમ મોદીની મુલાકાતથી રાજસ્થાનના માલસેરી ડુંગરીને દેશમાં નવી ઓળખ મળશે. પ્રદેશની સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક ઉત્કર્ષ થશે. મોદી ગુર્જર સમુદાયને સામાજિક રીતે મહત્વપૂર્ણ સંદેશ પણ આપી શકે છે.

આ કાર્યક્મમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહેશે કારણ કે આજના દિવસે તમામ લોકોને રજા આપવામાં આવી છે,દેવનારાયણ જયંતિ પર રાજ્યમાં સરકારી રજા જાહેર કરવામાં આવી છે. જેના કારણે આજે શાળા-કોલેજો સહિત તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધ્યાત્મિક મંચ પરથી ગુર્જર સમુદાયને મોટો સંદેશ આપશે. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી ગુર્જર સમાજના અનેક સંતોને બોલાવવામાં આવ્યા છે. ભાજપ સંગઠનના કાર્યકરો અને ગુર્જર સમાજના સામાજિક કાર્યકરો સંયુક્ત રીતે કાર્યક્રમને વિશાળ બનાવવાની તૈયારીમાં  છે.