Site icon Revoi.in

પીએમ મોદી 7 જૂલાઈના રોજ વારાણસીની મુલાકાત લેશે – 1 લાખની ક્ષમતા ધરાવતા મિડ-ડે મીલ કિચન સહીત અનેક યોજનાઓનું કરશે ઉદ્ધાટન

Social Share

લખનૌઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 જુલાઈએ તેમના લોકસભા મતવિસ્તાર વારાણસીની મુલાકાત લેશે. છેલ્લા આઠ વર્ષમાં પીએમએ વારાણસીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ખા  ધ્યાન આપ્યું છે. આ દરમિયાન તેઓ મધ્યાહન ભોજન માટે રસોડાનું ઉદ્ઘાટન કરશે જે શહેર માટેના અનેક પ્રોજેક્ટ્સમાંનો એક છે. 

પીએમ મોદી એલટી કોલેજ, વારાણસીમાં અક્ષય પાત્ર મધ્યાહન ભોજન રસોડુંનું ઉદ્ઘાટન કરશે, જે લગભગ એક લાખ વિદ્યાર્થીઓ માટે ભોજન રાંધવાની ક્ષમતા ધરાવે છે. તેઓ બપોરે ઇન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ કન્વેન્શન સેન્ટર- રૂદ્રાક્ષની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ અંગે અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્ઘાટન કરશે.

આ સાથે જ વડા પ્રધાન ડૉ. સંપૂર્ણાનંદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ, સિગ્રા પહોંચશે, જ્યાં તેઓ 1800 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

વડા પ્રધાન બાબતપુર-કપસેઠી-ભદોહી રોડ પર ફોર-લેન રોડ ઓવર બ્રિજ નું બાંધકામ, સેન્ટ્રલ જેલ રોડ પર વરુણા નદી પરનો પુલ, પિન્દ્રા-કાથીરોન રોડને પહોળો કરવાનું કાર્ય, ફુલપુર-સિંધૌરા લિંક રોડને પહોળો કરવાનું કાર્ય, આઠ ગ્રામીણ રસ્તાઓનું મજબૂતીકરણ અને બાંધકામ જેવા  વિવિધ રોડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે,આ સહીત  વડાપ્રધાન જિલ્લામાં ગટર વ્યવસ્થા અને પાણી પુરવઠા પ્રણાલીમાં સુધારો કરવા સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે.