Site icon Revoi.in

પીએમ મોદી આવતીકાલે બજેટ પર આયોજિત વેબિનારને સંબોધિત કરશે,16 મંત્રાલયો અને રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ પણ રહેશે હાજર

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બજેટ 2022-23માં ગ્રોથને વેગ આપવાના માર્ગો પર આયોજિત વેબિનારને સંબોધિત કરશે.નાણા મંત્રાલયે રવિવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે,વડાપ્રધાન ‘ફાઇનાન્સિંગ ગ્રોથ એન્ડ એસ્પિરેશનલ ઇકોનોમી’ વિષય પર આયોજિત આ વેબિનારના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે.કેન્દ્ર સરકારના 16 મંત્રાલયો ઉપરાંત નીતિ આયોગ, ક્ષમતા નિર્માણ આયોગ અને રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે.આ વેબિનાર નાણાકીય વર્ષ 2022-23ના બજેટમાં કરાયેલી જાહેરાતો પર આયોજિત વિવિધ કાર્યક્રમોનો એક ભાગ છે.

આ વેબિનાર દ્વારા જાહેર-ખાનગી ક્ષેત્રના નિષ્ણાતો અને ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વિવિધ ક્ષેત્રો માટે જાહેર કરાયેલા પગલાંના વધુ સારા અમલીકરણ માટે અસરકારક વ્યૂહરચના અને બજેટની જાહેરાતો ઓળખવા માટે ચર્ચા કરવામાં આવશે.

આ સિરીઝના ભાગરૂપે નાણા મંત્રાલય દ્વારા 8 માર્ચે ‘વિકાસ અને મહત્વાકાંક્ષી અર્થતંત્ર માટે ધિરાણ’ શીર્ષક સાથે પોસ્ટ-બજેટ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમાં RBI, SEBI, IFSCA, IRDAI, NABARD, GIFT સિટી, ઇન્ડસ્ટ્રી એસોસિએશન્સ અને વિષય નિષ્ણાત/રોકાણકાર સમુદાય જેવા નિયમનકારોની ભાગીદારી પણ સામેલ છે.