Site icon Revoi.in

PM મોદી આજે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમ દ્રારા દેશવાસીઓને સંબોધિત કરશે – આજે 99મો એપિસોડ

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત જનતાના સંપર્કમાં રહે છે તેઓ દેશના લોકો સુધી પહોંચી શકે અને તેમના મનની વાત લોકો સુધી પહોંચાડી શકે તે હતુથી મનકી બાત કાર્યક્રની શરુઆત કરી હતી જે દર મહિનાના છેલ્લા રવિવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રસારિત કરવામાં આવે છે.

આજે મહિનાનો છેલ્લો રવિવાર છે આજરોજ પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમનો 99મો એપિસોડ પ્રસારિત થશે.તેઓ આજે સવારે 11 વાગ્યે રેડિયો થકી દેશવાસીઓને સંબોધિત કરશે.

પીએમ મોદી  લોકોને તેમના વિચારો શેર કરવા અને સામાજિક પરિવર્તન માટે પ્રેરણાદાયી પ્રયાસોને પ્રકાશિત કરવા આમંત્રણ આપ્યું હતું. તેમણે તેમને મન કી બાતના આગામી એપિસોડ્સમાં વિચારો અને વિષયો શેર કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા,’મન કી બાત’ના 99મા એપિસોડ માટે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને તેમનું જ્ઞાન શેર કરવા અને સામાજિક પરિવર્તન માટે પ્રેરણાદાયી પ્રયાસો કરવા,17 માર્ચના રોજ MyGov અથવા NaMo એપ પર અથવા સંદેશ રેકોર્ડ કરવા માટે 1800-11-7800 પર કૉલ કરીને આમંત્રિત કર્યા છે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી આજે જી 20 ને લઈને ચર્ચા કરી શકે છે આ સાથે જ કોરોનાની સ્થિતિને લઈને દેશવાસીઓને દિશા નર્દેશ આપી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે,ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે પીએમ આ મુદ્દા પર ખાસ વાત કરી શકે છે.