Site icon Revoi.in

પીએમ મોદી આવતીકાલે મથુરામાં ‘સંત મીરાબાઈ જન્મોત્સવ’માં આપશે હાજરી

Social Share

દિલ્હી – પીએમ મોદી  આવતીકાલે એટલે કે 23 નવેમ્બર, 2023ના રોજ સાંજે લગભગ 4 બેગએ ને 30 મિનિટે   ઉત્તર પ્રદેશના મથુરામાં સંત મીરાબાઈની 525મી જન્મજયંતીની ઉજવણી માટે આયોજિત એક કાર્યક્રમ ‘સંત મીરાબાઈ જન્મોત્સવ’માં ભાગ લેશે.

આ સહિત પીએમ મોડી  સંત મીરાંબાઈના સન્માનમાં એક સ્મારક સ્ટેમ્પ અને સિક્કો પણ જારી કરશે . આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આ કાર્યક્રમમાં સંત મીરાબાઈની યાદમાં એક વર્ષ સુધી ચાલનારા કાર્યક્રમોની શરૂઆત પણ કરવામાં આવશે.

આ ઉપરાંત તેઓ આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ પ્રસંગ સંત મીરાબાઈની યાદમાં વર્ષભરના કાર્યક્રમોની શરૂઆત પણ કરશે. સંત મીરાબાઈ ભગવાન કૃષ્ણ પ્રત્યેની તેમની ભક્તિ માટે પ્રખ્યાત છે. તેમણે ઘણા સ્તોત્રો અને શ્લોકોની રચના કરી, જે આજે પણ લોકપ્રિય છે
.ઉલ્લેખનીય છે કે સંત મીરાબાઈ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે જાણીતા છે. ભગવાન કૃષ્ણ ભક્ત અને કવયિત્રી મીરાબાઈની 525મી જન્મજયંતિની ઉજવણી માટે મથુરામાં ‘સંત મીરાબાઈ જન્મોત્સવ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે .