Site icon Revoi.in

PM મોદી આજે દિલ્હી-દહેરાદૂન વંદેભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે, પ્રથમ દિવસે યાત્રીઓ ફ્રી માં કરી શકશે યાત્રા

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નોથી દેશના જૂદા જૂદા રાજ્યોમાં વંદે ભારત ટ્રેનની ભેટ મળી રહી છએ ત્યારે આજ રોજ પીએમ મોદી   દિલ્હી-દહેરાદૂન વચ્ચે શરુ થતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો આરંભ કરવાશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે આ ટ્રેન જે દિલ્હી-દેહરાદૂન વચ્ચે શરુ કરવામાં આવી રહી છે, તેમાં ચેર કાર માટે 900 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ચેર કાર માટે 1695 રૂપિયાનું ભાજડું ચૂકવવાનું રહેશે.

આજ રોજ ગુરુવારે સવારે 11 વાગ્યે વડાપ્રધાન  મોદી દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પર વર્ચ્યુઅલ માધ્યમથી વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરશે.આ સહીત દહેરા દૂનમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી રેલ્વે સ્ટેશન પર હાજર આપશે , જ્યારે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સહારનપુર જંકશનથી કાર્યક્રમમાં જોડાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તરાખંડની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. મુઆ ટ્રેન દહેરાદૂન અને નવી દિલ્હી વચ્ચે દોડશે. આ પહેલા 18 મેના રોજ પીએમ મોદીએ પુરી અને હાવડા વચ્ચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. અત્યાધુનિક સેમી-હાઈ-સ્પીડ ટ્રેન અત્યાધુનિક મુસાફરોની સુવિધાઓથી સજ્જ છે.આજરોજ શરુ થનારી ટ્રેનના પ્રથમ દિવસે યાત્રીઓને ફ્રીમાં યાત્રા કરવા દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ લક્ષ્‍યાંક રાખ્યો છે કે વંદે ભારત આ વર્ષે જૂન સુધીમાં લગભગ તમામ રાજ્યોમાં પહોંચવી જોઈએ. વંદે ભારત એક્સપ્રેસ એ સ્વદેશી રીતે નિર્મિત, અર્ધ-હાઈ-સ્પીડ, સ્વ-સંચાલિત ટ્રેન સેટ છે. ટ્રેનમાં અત્યાધુનિક પેસેન્જર સુવિધાઓ છે, જે મુસાફરોને ઝડપી, વધુ આરામદાયક અને વધુ અનુકૂળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરે છે.