Site icon Revoi.in

પીએમ મોદી 71 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપશે,સરકાર રેલવે સહિત અન્ય વિભાગોમાં આઠ લાખ નિમણૂંક કરશે

Social Share

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી  71 હજાર યુવાનોને સરકારી નોકરી સંબંધિત નિમણૂક પત્રો આપશે.13 એપ્રિલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ મોદી  71 હજાર યુવાનોને સરકારી નોકરી સંબંધિત નિમણૂક પત્રો આપશે.તેમાંથી એકલા રેલવે વિભાગની 50,000 જગ્યાઓ ખાલી થશે. આ વર્ષના અંત સુધીમાં 10 લાખ સરકારી નોકરીઓનું વચન આપનાર સરકારે અત્યાર સુધીમાં 1.46 લાખ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું છે.ત્યારે હજુ પણ સરકાર રેલવે સહિત અન્ય વિભાગોમાં આઠ લાખ નિમણૂંક કરશે.

સરકાર આ વર્ષના અંત સુધીમાં બાકીની 7.83 લાખ ખાલી જગ્યાઓ ભરવાની યોજના ધરાવે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર રોજગાર મેળાના કાર્યક્રમ દરમિયાન દેશના વિવિધ 45 સ્થળોએ સરકારના અનેક મંત્રીઓ સરકારી મેળામાં ભાગ લેશે.

આ ક્રમમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ જયપુરમાં, નાણા મંત્રી નિર્મલા સીતારમણ ચેન્નાઈમાં, જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત જોધપુરમાં, ભારે ઉદ્યોગ મંત્રી મહેન્દ્ર પાંડે લખનઉમાં, અર્જુન મુંડા રાંચીમાં, નીતિન ગડકરી નાગપુરમાં, ધર્મેન્દ્ર પ્રધાન ભુવનેશ્વરમાં, હરદીપ સિંહ પુરી પટિયાલામાં રહેશે.

ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં 75 હજાર અને આ વર્ષે જાન્યુઆરી મહિનામાં 71 હજાર યુવાનોને નિમણૂક પત્રો વહેંચ્યા છે. ત્રીજા જોબ ફેર પછી નિમણૂક પત્ર મેળવનારા લોકોની સંખ્યા 2.17 લાખ થશે. વડાપ્રધાન કાર્યાલય એવા મંત્રાલયોના સંપર્કમાં છે જ્યાં મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ છે. જે જગ્યાઓને ભરવા હજારો યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવશે.