Site icon Revoi.in

PM મોદી આજે ભોપાલ પ્રવાસે,વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે

Social Share

ભોપાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ભોપાલના પ્રવાસે છે. તે લગભગ 7 કલાક શહેરમાં રહેશે. પીએમ જોઈન્ટ કમાન્ડર્સ કોન્ફરન્સમાં ભાગ લેશે. આ કોન્ફરન્સ રેડી, રિવાઈવ, રિલેવન્ટ થીમ પર આયોજિત કરવામાં આવી છે. આ પછી મધ્યપ્રદેશની પ્રથમ વંદે ભારત ટ્રેનને રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવશે. પ્રવાસ દરમિયાન પીએમના સ્વાગત કાર્યક્રમ અને રોડને મોકૂફ રાખવામાં આવ્યો છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ કહ્યું કે ઈન્દોરના પટેલ નગર મંદિરમાં બનેલી ઘટનામાં શ્રદ્ધાળુઓનું દુઃખદ મોત થયું છે. ભારતીય જનતા પાર્ટી ઊંડા શોક વ્યક્ત કરે છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રા અને સમગ્ર પ્રશાસને આ ઘટનામાં બચાવ કાર્ય હાથ ધરવાના પ્રયાસો કર્યા હતા, જેના કારણે વહીવટીતંત્ર ઘણા શ્રદ્ધાળુઓને બચાવવામાં સફળ રહ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે ઘટનામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.

1 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનાના કાર્યક્રમ બાદ મધ્યપ્રદેશને મોટી ભેટ આપશે. વંદે ભારત ટ્રેનને રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનથી લીલી ઝંડી આપવામાં આવશે. વીડી શર્માએ કહ્યું કે ભોપાલમાં વડાપ્રધાનના આગમન પર તેમના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી હતી, પરંતુ ઈન્દોરના મંદિરમાં થયેલી દુ:ખદ ઘટના બાદ પાર્ટી દ્વારા રોડ શો, ફૂલવહાર અને કોઈપણ પ્રકારના સ્વાગત કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો છે.

1લી એપ્રિલે પીએમ નરેન્દ્ર મોદીનો મિનિટ ટૂ મિનિટ પ્રવાસ

Exit mobile version