Site icon Revoi.in

પીએમ મોદી જૂનમાં જશે અમેરિકા,રાષ્ટ્રપતિ જો બાઈડેન મોકલશે ડિનરનું આમંત્રણ –રિપોર્ટ

Social Share

દિલ્હી:વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યજમાની કરશે.આ માટે વ્હાઇટ હાઉસથી પ્લાનિંગ પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.વ્હાઇટ હાઉસ સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું છે કે,આ વર્ષે જૂનમાં રાષ્ટ્રપતિ બાઈડેન પીએમ મોદી માટે સ્ટેટ ડિનરનું આયોજન કરશે, જોકે પ્રવાસને લઈને ફેરફાર કરવામાં આવી શકે છે.આ અંગે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.

વ્હાઈટ હાઉસના નિષ્ણાતોને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,પીએમ મોદીની યુએસ મુલાકાત દરમિયાન બંને દેશો ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ મંત્રણાને આગળ વધારશે.સૂત્રોએ જણાવ્યું હતું કે,પીએમ મોદી અને જો બાઈડેન વચ્ચેની વાતચીતમાં ઈન્ડો-પેસિફિકનો મુદ્દો મુખ્ય રીતે જોવા મળશે.

પીએમ મોદીની આ ઔપચારિક મુલાકાત દરમિયાન અમેરિકા-ભારત સંબંધો વધુ મજબૂત થશે. ચીનના વધતા ખતરાને જોતા બંને દેશો ઈન્ડો-પેસિફિક નીતિઓ અને પહેલોને આગળ વધારવા માંગે છે. યુએસ અને ભારતે ગયા મહિને ‘ક્રિટીકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજીસ’ પર એક પહેલની જાહેરાત કરી હતી, જે જનરલ ઇલેક્ટ્રિક કંપનીના જેટ એન્જિનના સંયુક્ત ઉત્પાદન સહિત અદ્યતન સંરક્ષણ અને કમ્પ્યુટિંગ ટેકનોલોજી શેર કરવાની યોજના ધરાવે છે.

વ્હાઇટ હાઉસમાં ડિનર પર મુલાકાત કર્યા પછી, બંને નેતાઓ આ વર્ષે સપ્ટેમ્બરમાં 18મી G20 સમિટમાં પણ મળશે.ભારત આ વર્ષે G20 સમિટનું આયોજન કરી રહ્યું છે.આ સમિટમાં યુક્રેન-રશિયા યુદ્ધ પર પણ ચર્ચા થશે.જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે,રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન G20 સમિટમાં ભાગ લેશે કે નહીં.