Site icon Revoi.in

PM મોદી આજે સાંજે અમદાવાદમાં શાહીબાગથી સરસપુર સુધીને રોડ શો કરશે,

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચારની મુખ્યબાગદોર વડાપ્રધાન મોદીએ સંભાળી લીધી છે. ગુરૂવારે પીએમ મોદીએ અમદાવાદમાં લાંબો રોડ શો યોજ્યો હતો. હવે આજે શુક્રવારે શાહીબાગથી સરસપુર સુધીનો રોડ  શો કરી રહ્યા છે.

અમદાવાદમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નરોડાથી ચાંદખેડા ગામ સુધી 14 બેઠકોને આવરી લેતો  54 કિમીનો લાંબો રોડ શો કર્યો હતો.ત્યાર બાદ આજે સતત બીજા દિવસે પણ અમદાવાદમાં વડાપ્રધાન મોદી ફરી રોડ શો કરી રહ્યા છે. ખાનપુરના લકી રેસ્ટોરાંથી શરૂ કરીને વાયા વીજળીઘર ચાર રસ્તા, ભદ્રકાળી મંદિર, આઈ પી મિશન ચાર રસ્તા ખમાસા, મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, આસ્ટોડિયા(ઢાળની પોળ), રાયપુર દરવાજા, કાપડીવાડ થઈને સાળંગપુર (બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા) ખાતે  રોડ શો પૂર્ણ થશે. ઉપરાંત શાહીબાગથી સરસપુર સુધીનો રોડ શો યોજાશે.  પ્રાથમિક માહિતી અનુસાર તેઓ અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા ભદ્રકાળી માતાના મંદિરે પણ  દર્શન કરવા જઈ શકે છે. રોડ શો માટે  શાહીબાગથી સરસપુર સુધી બેરિકેડિંગ  કરવામાં આવશે. વડાપ્રધાનના આ  રોડ શોમાં  શાહીબાગ, ઘેવર કોમપ્લેક્ષ , દિલ્હી દરવાજા, દિલ્હી ચકલા , ખમાસા,  આસ્ટોડિયા દરવાજા, રાયપુર દરવાજા, સારંગપુર  સહિતના વિસ્તારને આવરી લેવાશે.  ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરસપુર પહોંચશે. આ દરમિયાન તેઓ અમદાવાદના નગર દેવી ભદ્રકાળી માતાના દર્શને પણ જઈ  શકે છે. ગઈકાલે સાંજે  પીએમ મોદીએ અમદાવાદ શહેર મેગા રોડ શો યોજયો હતો. અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો ઐતિહાસિક અને અભૂતપૂર્વ વન મેન-શો યોજાયો હતો અને  ભવ્યાતિ ભવ્ય પ્રચાર અને મેરેથોન રોડ-શો થકી અમદાવાદની તમામ બેઠકો અંકે કરવાનો છેલ્લી ઘડીનો માસ્ટર સ્ટ્રોક માર્યો હતો. નરોડાથી ચાંદખેડા સુધી 32 કિમીના જંગી રોડ-શોમાં જનનેતાને પ્રચંડ જનસમર્થન મળ્યું હતું. (file photo)