Site icon Revoi.in

PM મોદી 7 એપ્રિલે સાંજે 7 વાગ્યે કરશે ‘પરીક્ષા પે ચર્ચા’, ટ્વિટ કરીને આપી માહિતી

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 એપ્રિલે સાંજે 7 વાગ્યે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે,”એક નવા અવતારમાં,અમારા બહાદુર પરીક્ષા આપનારા યોદ્ધાઓ,માતાપિતા અને શિક્ષકો સાથે વિવિધ વિષયો પર ઘણા મનોરંજક પ્રશ્નો અને યાદગાર ચર્ચાઓ. 7 એપ્રિલ, સાંજે 7 વાગ્યે,જુઓ’પરીક્ષા પે ચર્ચા’.

વડાપ્રધાને એક વીડિયો પણ શેર કર્યો છે,જેમાં તેઓ કહી રહ્યા છે કે, કોરોનાને કારણે તેમણે આ વખતે વિદ્યાર્થીઓને મળવાનો મોહ ત્યાગ કરવો પડી રહ્યો છે. આ વખતે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ ડિજિટલ માધ્યમ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં શિક્ષણ મંત્રાલયે તેની જાહેરાત કરી હતી.

હકીકતમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં ઘોષણા કરવામાં આવી હતી કે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાન મોદીની વાર્ષિક વાતચીત આ વર્ષે ઓનલાઇન આયોજિત કરવામાં આવશે. તો,શાળા અને કોલેજના વિદ્યાર્થીઓની ‘પરીક્ષા પે ચર્ચા 1.0’ સાથે વડાપ્રધાનના સંવાદ કાર્યક્રમની પ્રથમ આવૃત્તિ 16 ફેબ્રુઆરી 2018 ના રોજ તાલકટોરા સ્ટેડિયમ ખાતે યોજાઇ હતી.

આ કાર્યક્રમ દરમ્યાન ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ ‘પરીક્ષા પે ચર્ચા’ 2021 સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈપણ એક વિષય પર પોતાનો પ્રતિસાદ આપી શકે છે. આ સ્પર્ધામાં વિજેતા ઉમેદવારને પ્રોગ્રામમાં સીધા ભાગ લેવાની તક મળશે. વિજેતાઓને પ્રોગ્રામ સર્ટિફિકેટ આપવામાં આવશે. આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને વર્ચુઅલ મોડમાં કાર્યક્રમ યોજવામાં આવશે.

‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ માટે શિક્ષક લોગઇન માધ્યમથી પણ ભાગ લઈ શકે છે. આ એવા વિદ્યાર્થીઓની ભાગીદારી માટે થઈ શકે છે કે જેમની પાસે ઇન્ટરનેટ અથવા ઇમેઇલ આઈડી અથવા મોબાઇલ નંબર નથી. શિક્ષક લોગિન દ્વારા એક અથવા વધુ વિદ્યાર્થીઓની પ્રવેશોની સાચી વિગતો સબમિટ કરી શકશે