Site icon Revoi.in

પીએમ મોદી આજે વારાણસીના ડોકટરો અને હેલ્થ વર્કર્સ સાથે કરશે  વાતચીત

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે એટલે કે આજે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીના ડોકટરો, ફાર્મા સ્ટાફ અને અન્ય ફ્રંટલાઇન વર્કર્સ સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. વાતચીત દરમિયાન કોરોનાથી ઉભી થયેલી પરિસ્થિતિને સંભાળવા અંગે ચર્ચા થશે. આ સાથે ભવિષ્યની તૈયારીઓ અંગે પણ વાતચીત થશે.

વારાણસીની વિવિધ હોસ્પિટલોના ડોકટરો અને અન્ય સ્ટાફ પીએમ મોદી સાથે વાતચીતમાં જોડાશે. આ હોસ્પિટલોમાં પંડિત રાજન મિશ્રા હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. આ હોસ્પિટલ તાજેતરમાં ડીઆરડીઓ અને આર્મીના સંયુક્ત પ્રયત્નો દ્વારા બનાવવામાં આવી છે. આ સિવાય પીએમ મોદી શહેરની અન્ય કોવિડ હોસ્પિટલો વિશે પણ માહિતી મેળવશે.

થોડા દિવસો પહેલા પીએમ મોદીએ દેશભરના ડોકટરો સાથે વાત કરી હતી. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલી વાતચીતમાં પીએમ મોદીએ કોરોના મહામારીની સારવાર વિશે ડોકટરોના અનુભવ અને શીખવાની જાણકારી મેળવી. આ વાતચીતમાં દેશના વિવિધ વિસ્તારોના તબીબ હાજર રહ્યા હતા, તેમાં નોર્થ ઈર્સ્ટ, જમ્મુ-કાશ્મીર પણ સામેલ છે. ડોક્ટરોએ પીએમ મોદીને મહામારીની સારવાર દરમિયાન આવેલી મુશ્કેલીઓ અને અનુભવ વિશે જણાવ્યું હતું.