Site icon Revoi.in

PM મોદી 19 જાન્યુઆરીએ મુંબઈમાં 2A અને 7 મેટ્રોનું ઉદ્ઘાટન કરશે,શિંદેએ કહ્યું- મુંબઈગરોને ફાયદો થશે  

Social Share

મુંબઈ:વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીએ તેમની મુંબઈ મુલાકાત દરમિયાન બે મેટ્રો લાઇન મેટ્રો 2A અને મેટ્રો 7નું ઉદ્ઘાટન કરશે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ માહિતી આપી હતી.

મુખ્યમંત્રી શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે, ગુરુવારે અંધેરી વિસ્તારમાં ગુંદાવલી સ્ટેશનની મુલાકાત લીધી અને ત્યાં ઉદ્ઘાટન સમારોહની તૈયારીઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે,આ મેટ્રો સેવા મુંબઈના રહેવાસીઓ માટે વરદાન સાબિત થશે.

શિંદેએ કહ્યું કે,મેટ્રો રૂટ 7 અને મેટ્રો 2Aનો 35 કિલોમીટર પૂરો થઈ ગયો છે.જનતા માટે 33 સ્ટેશનો ખોલવામાં આવશે.આ તબક્કે મેટ્રો કાર્યરત થવાથી મુંબઈકરોને અંધેરી, દહિસર અને વર્સોવા વિસ્તારમાં મોટી સુવિધા મળશે.મુખ્યમંત્રીએ કહ્યું કે,આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની મદદથી રસ્તા પરનો ટ્રાફિક ઓછો થશે.તેમણે કહ્યું કે,આ એક મોટો સંયોગ છે કે,આ મેટ્રોનો શિલાન્યાસ પણ પીએમ મોદીએ કર્યો હતો.