Site icon Revoi.in

PM મોદી હવે 31 ઓકટોમ્બરે ગુજરાત નહીં આવે, અમિત શાહ એકતા પરેડમાં હાજરી આપશે

Social Share

વડોદરાઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોનીની મુલાકાતે આવવાના હતા. તેમના હસ્તે ઉદ્ધાટનો અને અનેક કાર્યક્રમો યોજાવવાના હતા. પણ સૂત્રોમાંથી મળેલી જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે એકતા પરેડમાં હાજર નહીં રહે, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતિએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આયોજીત કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે, વડાપ્રધાન મોદી જી-20 બેઠકમાં ભાગ લેવા ઈટાલી જવાના છે, જેથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ એકતા પરેડમાં હાજર રહે તેવી શક્યતા છે, જો કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પરેડ રાબેતા મુજબ યોજાશે, PM મોદીના કાર્યક્રમને જોતા અગાઉ 28 થી 31 ઓક્ટબર સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ હવે ટુરિઝમ ડેવલોપમેન્ટ ઓથોરિટીએ નિર્ણયમાં ફેરફાર કર્યો છે, હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ખુલ્લુ રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આગામી તા. 31મી ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવવાના હતા.સરદાર પટેલની જન્મજયંતિ નિમિતે કેવડીયામાં યોજનારી એકતા પરેડમાં મોદી હાજરી આપવાના હતા.  સીઆરપીએફ, એસઆરપી અને બીએસએફના જવાનો દ્વારા 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યાજાશે.  જેની હાલ કેવડીયામાં પુરજોશમાં તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી. ઉપરાંત નર્મદા ઘાટ ખાતે ગંગામૈયાની જેમ મહાઆરતીનો શુભારંભ પણ વડાપ્રધાનના હસ્તે યોજાવવાનો હતો. પણ વડાપ્રધાનનો ગુજરાતની મુલાકાતનો કાર્યક્રમ રદ થયો છે. વડાપ્રધાન મોદી જી-20 બેઠકમાં ભાગ લેવા ઈટાલી જવાના છે, જેથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ એકતા પરેડમાં હાજર રહે તેવી શક્યતા છે, જો કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પરેડ રાબેતા મુજબ યોજાશે. સરદાર પટેલ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દર વર્ષે થાય છે. આ વખતે કોરોના સંક્રમણને કારણે આ ઉજવણી મર્યાદિત ઉપસ્થિતો વચ્ચે થઇ શકે છે. જોકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ સહિતના કાર્યક્રમોની તૈયારીઓ થઇ રહી છે.