Site icon Revoi.in

પીએમ મોદીએ રક્ષાબંધનના પાવન પર્વની તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી  

Social Share

દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનના પાવન પર્વની તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પોતાના અભિનંદન સંદેશમાં તેમણે કહ્યું કે, રક્ષાબંધનના પાવન પર્વ પર તમામ દેશવાસીઓને ઘણી શુભેચ્છાઓ. આ પ્રસંગે પાર્ટી અને વિપક્ષના ઘણા નેતાઓએ પણ દેશવાસીઓને શુભેચ્છાઓ આપી છે.

રક્ષાબંધનનો તહેવાર ભાઈ -બહેનના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. બહેન ભાઈના આ પવિત્ર તહેવાર પર બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે. આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમના અતૂટ બંધનને દર્શાવે છે.

રાખડી બાંધ્યા પછી ભાઈ તેની બહેનને પ્રેમથી પૈસા અથવા ભેટ આપે છે, અને તેની હંમેશા રક્ષા કરવાનું વચન આપે છે. જો આપણે રક્ષાબંધનના ઇતિહાસની વાત કરીએ તો આ તહેવાર સદીઓ જૂનો માનવામાં આવે છે.

 

Exit mobile version