Site icon Revoi.in

પીએમ મોદીના 77 મંત્રીઓને 8 જૂથમાં વિભાજીત કરાયા – સરકારી કામકાજમાં સુધારણા માટે નવું પગલું 

Social Share

 

દિલ્હીઃ-મંત્રી પરિષદની ઔપચારિક બેઠકો બાદ સરકારના કામને ઝડપી બનાવવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.સરકારી સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પીએમ મોદીના તમામ 77 મંત્રીઓને આઠ જૂથમાં વહેંચવામાં આવ્યા છે. સરકારના કામકાજમાં વધુ પારદર્શિતા લાવવા અને મોદી સરકારની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

આ સમગ્ર બાબતે સૂત્રોના જણાવ્યાપ્રમાણે, મંત્રીઓને આઠ જૂથોમાં વિભાજીત કરવાનો નિર્ણય મંત્રી પરિષદની પાંચ બેઠકો બાદ લેવામાં આવ્યો હતો, જેને ‘ચિંતિન શિવિર’ નામ આપવામાં આવ્યું હતું. દરેક બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ દરેક બેઠકનું આયોજન અનૌપચારિક રીતે કરવામાં આવ્યું હતું અને લગભગ પાંચ કલાક સુધી ચાલ્યું હતું. આ બેઠકોમાં અનૌપચારિક રીતે વિચારોની આપ-લે કરવામાં આવી હતી. કુલ પાંચ અલગ અલગ સત્રો યોજાયા હતા. તેમની થીમ વ્યક્તિગત કાર્યક્ષમતા, કેન્દ્રીય અમલીકરણ, મંત્રાલયની કામગીરી અને હિતધારકો સાથે સહયોગ હતી. એક બેઠકનો વિષય પક્ષ સાથે સંકલન અને અસરકારક સંચાર હતો જેથી સરકાર અને પક્ષ કેન્દ્ર સરકારની મુખ્ય યોજનાઓના અમલીકરણમાં સાથે મળીને આગળ વધી શકે.

દરેક જૂથમાં 9 થી 10 મંત્રીઓ હશે. એક કેન્દ્રીય મંત્રીને ગ્રુપ કોઓર્ડિનેટર બનાવવામાં આવ્યા છે. દરેક જૂથના સભ્યો એકબીજા સાથે ચર્ચા કરશે અને કાર્યને સરળ બનાવવાની જવાબદારી સંયોજકની રહેશે. આ પ્રક્રિયાથી તે નવા મંત્રીઓને પણ ફાયદો થશે, જેમને પહેલીવાર સરકારમાં કામ કરવાની તક મળી છે

પાંચમા અને અંતિમ સત્રની થીમ સંસદીય કાર્ય હતી, જેમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ હાજરી આપી હતી. જેનો હેતુ મોદી સરકારની કાર્યક્ષમતા વધારવાનો અને ડિલિવરી સિસ્ટમને મજબૂત કરવાનો હતો. મંત્રીઓના આઠ અલગ-અલગ જૂથ બનાવવા એ આ દિશામાં એક મોટું પગલું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આનાથી ગવર્નન્સના કામમાં વધુ સુધારો આવશે અને મંત્રીઓ માટે કામ કરવામાં સરળતા રહેશે.