Site icon Revoi.in

પીએમ મોદીએ સાંસદો અને ઘારાસભ્યોને અગ્રતા આઘારે વેક્સિન આપવાનો મંત્રીનો પ્રસ્તાવ નકાર્યો

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં શનિવારથી રસીકરણ શરૂ થવા જઈ રહ્યું છે. આ પહેલા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતા કરી છે કે પહેલા તબક્કામાં વેક્સિનનો ડોઝ 3 કરોડ લોકોને આપવામાં આવશે,જેમાં આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે, આ સંખ્યામાં જનપ્રતિનિધિ સહિત કોઈપણ વચ્ચે આવવાના પ્રયત્ન ન કરે,વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સાંસદો અને ધારાસભ્યોને અગ્રતાના આધારે વેક્સિન આપવાના પ્રસ્તાવને એમ કહીને ફગાવી દીધો  હતો કે તે લોકોને ખરાબ સંકેત આપશે.

નેતાઓને અગ્રતા આધારે વેક્સિન આપવા મંત્રીએ પીએમ મોદીને રજુાત કરી હતી

કોવિડ રસીકરણ અભિયાન અંગે વડા પ્રધાન મોદીએ સોમવારે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી.આ સમય પુડ્ડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામીએ માંગ કરી હતી કે સાંસદ અને ધારાસભ્યોને કોવિડ -19 રસી અગ્રતા ધોરણે આપવામાં આવે. સાંસદ અને ધારાસભ્યો પણ વાયરસ સાથે કામ કરવામાં સૌથી આગળ છે અને તેઓ તેમના મત વિસ્તારના લોકો સાથે સંપર્ક સાધવાના છે. ત્યારે તેમના વળતા જવાબમાં પીએમ મોદીએ સ્પષ્ટતા આપી હતી.

વડા પ્રધાન મોદી આ પહેલા પણ ધારાસભ્યો અને સાંસદોને વેક્સિન આપવાના પ્રસ્તાવને નકારી ચૂક્યા છે. મોદીએ સ્પષ્ટતા કરી હતી કે પ્રથમ તબક્કામાં ત્રણ કરોડ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઈન કામદારોને રસી આપવામાં આવશે. આ તબક્કામાં કેન્દ્ર સરકાર તમામ ખર્ચ ઉઠાવશે.

ત્યાર બાદ  બીજા તબક્કામાં, 50 વર્ષથી ઉપરના અને ગંભીર રોગોથી પીડાતા લોકો તેમાં જોડવામાં આવષે. તેમની સંખ્યા 27 કરોડ હશે. વડા પ્રધાને કહ્યું કે પહેલા તબક્કાના અંત સુધીમાં આપણી પાસે ઘણી બીજી વેક્સિન પણ હશે. અમે ફરીથી તેમનો વિચાર કરીશું.

પીેમ મોદીએ મુખ્યમંત્રીઓને વિશેષ સૂચના પણ આપી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે રસીકરણ અભિયાનમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ નેતા આ લાઈન ન તોડી શકે. જનતાના પ્રતિનિધિઓને પણ તેમનો વારો આવે ત્યારે જ વેક્સિન લેવી જોઈએ.

ઉલ્લખેનયી છે કે,પ્રધાનમંત્રીએ રસીકરણ અભિયાન સંદર્ભે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. ત્યારે સફળ રસીકરણની સાથે, પીએમ મોદીએ પણ રસી વિશે કોઈ અફવા ફેલાય નહીં તેની ખાતરી કરવા અપીલ કરી હતી.

સાહિન-