Site icon Revoi.in

35મા ઓસ્ટ્રેલિયા શીખ ગેમ્સ નિમિત્તે PM મોદીનો સંદેશ, કહ્યું- ભારત અને ઓસ્ટ્રેલિયા વિકાસ અને પ્રગતિમાં મજબૂત ભાગીદાર છે

Social Share

દિલ્હીઃ- પીએમ મોદીએ સત્તામાં આવ્યા બાદ વિદેશ સાથેના સંબંઘોને ગાઢ અને મજબૂત બનાવ્યા છે.વિદેશના અનેક પ્રસંગે કે અવસરે પીએમ મોદી શુભકામનાના સંદેશા પાઠવતા હોય છે ત્યારે પીમ મોદીએ ઓસ્ટ્રેલિયાને પોતાનો મજબૂત ભાગીદાર ગણાવ્યો છે. પીએમ મોદીએ 35મી ઓસ્ટ્રેલિયન શીખ ગેમ્સના અવસર પર એક લાંબો સંદેશ મોકલ્યો છે.

આ સંદેશમાં પીએમ એ  બંધારણથી લઈને પરંપરાઓનો ઉલ્લેખ કર્યો છે. ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની સમર્થકોએ હંગામો મચાવ્યો છે. આવા અવસર પર પીએમનો સંદેશ ખૂબ જ મહત્વપૂર્ણ દેખાઈ રહ્યો છે.

ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં મોટી સંખ્યામાં શીખ નાગરિકો રહે છે. અહીંના રાજકારણમાં પણ તેમનું વર્ચસ્વ છે. પરંતુ થોડા સમય માટે ખાલિસ્તાની સમર્થકોએ ઉપદ્રવ સર્જ્યો હતો. ભારત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ભારતીય હાઈ કમિશનની ઓફિસોને નિશાન બનાવવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ જ્યારે ભારતની મુલાકાતે હતા ત્યારે પીએમ મોદીએ પણ તેમની સાથે આ મુદ્દો ઉઠાવ્યો હતો.

હવે પીએમ મોદીનો સંદેશ બંને દેશો વચ્ચેના તંગ વાતાવરણને ઓછો કરી શકે છે. પીએમએ લખ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા મજબૂત ભાગીદાર છે. પીએમે આ સંદેશ 35મી ઓસ્ટ્રેલિયન શીખ ગેમ્સ માટે મોકલ્યો હતો.આ ગેમ્સ બ્રિસ્બેનમાં થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ ભારત આવ્યા હતા. તેમણે પીએમ મોદી સાથે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ જોઈ હતી. તેને યાદ કરીને પીએમ મોદીએ લખ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વિકાસ અને પ્રગતિમાં મજબૂત ભાગીદાર છે.

પીએમએ પત્રમાં કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઘણી સમાનતાઓ છે. આપણો એક બીજા સાથે જોડાયેલો ઈતિહાસ છે, આપણા મૂલ્યો, લોકશાહીના નિયમો અને નિયમો સમાન છે. પીએમ એ લખ્યું કે શીખ સમુદાય હંમેશા રમતગમત, ટીમવર્ક અને ફિટનેસ પ્રત્યે સજાગ રહે છે.

Exit mobile version