Site icon Revoi.in

પંજાબમાં પીએમ મોદીની હૂંકાર-  આપ અને કોગ્રેસ પર વાર કરતા કહ્યું  ‘ કોંગ્રેસની ઝેરોક્ષકોપી છે આપ’

Social Share

ચંદિગઢઃ પંજાબ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે બીજેપી દ્રારા પંજાબમાં પોતાની સરકાર બનાવા એડી ચોટીંનું જોર લાગાવવામાં આવી રહ્યું છે,પંજાબમાં  તમામ સીટો પર 20 ફેબ્રુઆરીએ મતદાને લઈને બરાબરની તૈયારીઓ ચાલી રહી છે.

આ સાથે જ આજ રોજ દિલ્હીમાં વડાપ્રધાન મોદી પણ રવિદાસ મંદિર પહોંચ્યા અને કીર્તનમાં ભાગ લીધો. આ પછી પીએમ મોદીએ પઠાણકોટમાં જનસભાને સંબોધી હતી.આ ભાષણ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ આપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.બન્ને પાર્ટીને એક બીજાની કોપી ગણાવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પઠાણકોટ રેલીમાં સંત રવિદાસજીના એક ગીતનો ઉલ્લેખ કર્યો હતો. અને કહ્યું હતું કે સબકા સાથ-સબકા વિકાસના મંત્ર સાથે ચાલતી ભાજપ પણ સંત રવિદાસજીના શબ્દોમાંથી પ્રેરણા લે છે. ગરીબોનું કલ્યાણ આપણા માટે સર્વોપરી છે.

પઠાણકોટ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે ફતેહ રેલી કરી રહ્યા છીએ. આપણા ગુરુઓ અને સંતોની વાતને અનુસરીને આપણે 21મી સદીના નવમા પંજાબનું નિર્માણ કરીશું. અમે હસતા પંજાબ, બસદા પંજાબ, નચદા પંજાબ, ચડ્ડા પંજાબ બનાવીશું.

પીએમ મોદીએ કહ્યું કે આ ધરતી હરમંદિર સાહિબ અને કરતારપુરની છે. હું પંજાબની ધરતીના તમામ ગુરુઓને નમન કરું છું. પીએમ મોદીએ કહ્યું કે આજે સંત રવિદાસજીની જન્મજયંતિ છે. અહીં આવતા પહેલા હું દિલ્હીના ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિરમાંથી આશીર્વાદ લઈને આવ્યો છું.

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે લોકોની ભાવના અને ઉત્સાહ 20મીએ ભાજપ અને એનડીએની જીત નક્કી કરશે. પીએમએ લોકોને કહ્યું કે હું તમારી તાકાતમાં વિજયી અનુભવું છું.

પીએમ મોદીએ પોતાના ભાષણમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે જો કોંગ્રેસ અસલી છે એકે પંજાબને લૂટ્યું તો બીજાદિલ્હીમાં ઘોટલાઓમાં વ્યસ્ત છે,એક જ હોવા છત્તા તેઓ એકબીજાના વિરોધી હોવાનુ નાટક રમી રહ્યા છે