Site icon Revoi.in

PM નેતન્યાહુની જાહેરાત:’ઈઝરાયેલી સેના યુદ્ધ પછી પણ ગાઝામાં સુરક્ષા નિયંત્રણ જાળવી રાખશે’

Social Share

દિલ્હી : હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે મંગળવારે એ વિચારને નકારી કાઢ્યો હતો કે યુદ્ધ પછી ગાઝા પટ્ટીમાં સુરક્ષાની જવાબદારી આંતરરાષ્ટ્રીય દળને આપવામાં આવે.

ઇઝરાયેલના પીએમએ કહ્યું કે ઇઝરાયેલની સેનાને યુદ્ધ બાદ ગાઝામાં સુરક્ષા નિયંત્રણ જાળવી રાખવાનો અધિકાર છે. સીએનએન અનુસાર, આ પહેલીવાર નથી જ્યારે નેતન્યાહૂએ ગાઝામાં યુદ્ધ બાદ ઇઝરાયલી સૈન્ય નિયંત્રણ માટે હાકલ કરી હોય.

નેતન્યાહુએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે માત્ર IDF જ ગાઝાની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે. તેમણે કહ્યું કે આ માટે કોઈ આંતરરાષ્ટ્રીય શક્તિ જવાબદાર હોઈ શકે નહીં. અમે અન્ય સ્થળોએ શું થયું તે જોયું, જ્યાં સુરક્ષા કારણોસર આંતરરાષ્ટ્રીય દળોને લાવવામાં આવ્યા હતા.

નેતન્યાહુએ સીએનએનને કહ્યું કે યુદ્ધ બાદ ગાઝામાં ઈઝરાયેલની ભૂમિકા મહત્વની રહેશે. જો કે, તેણે આનો અર્થ શું છે તે સમજાવ્યું નથી.  ઈઝરાયેલની સેનાએ દક્ષિણ ગાઝાના ખાન યુનિસ શહેરને ઘેરી લીધું છે.

આઈડીએફના ચીફ લેફ્ટનન્ટ જનરલ હરઝી હલેવીએ કહ્યું કે યુદ્ધ શરૂ થયાના બે મહિના બાદ અમારા દળો હવે દક્ષિણ ગાઝા પટ્ટીમાં ખાન યુનિસ શહેરને ઘેરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે ઇઝરાયેલની સુરક્ષા માટે કાર્યવાહી કરવાનું ચાલુ રાખીશું.