Site icon Revoi.in

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર ગુજાનારા કટ્ટરપંથીઓ સામે PM શેખ હસીનાએ કર્યા તપાસના આદેશ

Social Share

દિલ્હીઃ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ગૃહમંત્રી સાથે બેઠક કરી હતી. જેમાં હિન્દુ ઉપર થઈ રહેલી હિંસાને લઈને નારાજગી વ્યક્ત કરીને કટ્ટરપંથીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરતા નિર્દેશ કર્યો હતો.આ ઉપરાંત પીએમ હસીનાએ સોશિયલ મીડિયામાં વાયરલ થતી કોઈ પણ માહિતીના તથ્યોની તપાસ કર્યા ભરોસો નહીં કરવા અપીલ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર દુર્ગા પૂજા બાદ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ અને તેમના ધાર્મિક સ્થળો ઉપર હુમલાના બનાવોમાં વધારો થયો છે. દુર્ગા પૂજા દરમિયાન સોશિયલ મીડિયામાં કથિત રૂપે ઈશનિંદાને લઈને એક પોસ્ટ વાયરલ થઈ હતી. જે બાદ કટ્ટરપંથીએ બાંગ્લાદેશના હિન્દુ વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. તેમજ હિંસા ઉપર મંદિરમાં તોડફોડ અને હિન્દુઓના મકાનને આગ લગાવવાની ઘટના સામે આવી હતી.

પીએમ શેખ હસીનાએ બેઠકમાં ગૃહ વિભાગને સતર્ક રહેવાની તાકીદ કરી છે. તેમણે પીડિત પરિવારોને તમામ પ્રકારની મદદ પુરી પાડવાની ખાતરી આપી છે. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, કોમિલા બનાવની તપાસ ચાલી રહી છે. આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવો વધતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. તેમજ હિંસાગ્રસ્ત વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક સંગઠનો પણ લઘુમતી હિન્દુઓના સમર્થનમાં રસ્તા ઉપર ઉતરી આવ્યાં છે. તેમજ આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યાં છે.