Site icon Revoi.in

PMનો યુરોપ પ્રવાસઃ ડેનમાર્કમાં નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત, મહારાણી સાથે કરી મુલાકાત

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ યુરોપના પ્રવાસે છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેનમાર્ક ગયા હતા. જ્યાં ડેનમાર્કના મહારાણી માર્ગ્રેથે IIએ કોપનહેગનના ઐતિહાસિક અમાલીનબોર્ગ પેલેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. ડેનમાર્કના સિંહાસન પર તેમના રાજ્યારોહણની સુવર્ણ જયંતી નિમિત્તે પ્રધાનમંત્રીએ મહામહિમનું અભિવાદન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને તાજેતરના વર્ષોમાં ભારત-ડેનમાર્ક સંબંધોમાં વધતી ગતિ, ખાસ કરીને ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ વિશે માહિતી આપી હતી. તેમણે સામાજિક કાર્યોને આગળ વધારવામાં ડેનિશ શાહી પરિવારની ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને આપવામાં આવેલા ઉષ્માભર્યા સ્વાગત અને આતિથ્ય સત્કાર માટે મહારાણીનો આભાર માન્યો હતો.

Exit mobile version