Site icon Revoi.in

PNB કૌભાંડના માસ્ટરમાઈન્ટ નીરવ મોદીના સાગરિતની ઈજીપ્તથી ધરપકડ

Social Share

નવી દિલ્હીઃ સીબીઆઈએ પંજાબ નેશનલ બેંક સાથે હજારો કરોડના કૌભાંડમાં ભાગેડુ નીરવ મોદીના સાગરિતની ઈજીપ્તથી ધરપકડ કરી છે. રાજધાની કાહિરાથી પકડાયેલા આરોપીને સીબીઆઈની ટીમે મુંબઈ લઈને આવી છે. હવે આરોપીને કોર્ટમાં રજૂ કરવાની સીબીઆઈએ કવાયત શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પીએનબી કૌભાંડમાં સંડોવાયેલા નીરવ મોદી અને મેહુલ ચોકસી સામે 13 હજાર કરોડની લોન લઈને છેતરપીંડી આચરવાનો ગુનો છે. આ પ્રકરણમાં સંડોવાયેલો નીરવ મોદી લંડન ફરાર થઈ ગયો હતો. તેમજ લંડનની અદાલતે તેને જેલમાં મોકલી આપવા આદેશ કર્યો હતો. ભારતની તપાસ એજન્સીએ તેને પરત લાવવા માટે કવાયત શરૂ કરી છે. બ્રિટેનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ નીરવ મોદીના ભારત પ્રત્યર્પણ કરવાનો આદેશ કરી ચુકી છે, જો કે, ભારતીય જેલમાં તેની સુવિધાઓ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. પીએનબી છેતરપીંડી કૌભાંડમાં સંડોવાયેલા નીરવ મોદીના સાગરિત સુભાષ શંકરને ઈજીપ્તની રાજધાની કાહિરામાંથી ઝડપી લેવામાં આવ્યો છે. આજે સવારે તેને મુંબઈ લઈને આવી હતી. 2018માં નોંધાયેલા કેસ બાદ સુભાષ શંકર ફરાર હતો. તેમજ ઈજીપ્તમાં છુપાયો હતો. હવે તેને મુંબઈની જેલમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવશે. તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.