Site icon Revoi.in

પીઓકેની બળાત્કાર પીડિતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે માગી મદદ

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનના કબજાવાળા પાકિસ્તાનની એક બળાત્કાર પીડિતાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદની માંગણી કરી છે. સામુહિક બળાત્કારનો ભોગ બનેલી પીડિતાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે કહ્યું છે કે, છેલ્લા સાત વર્ષથી આરોપીઓને સજા અપાવવા માટે સંઘર્ષ કરી રહી છું પરંતુ ન્યાય મળવાની વાત તો દૂર રહી પરંતુ હવે મારા અને મારા સંતાનોનો જીવ પણ જોખમમાં છે. સ્થાનિક પોલીસ અને સરકાર પણ કોઈ મદદ કરતી નથી.

સુત્રોના જણાવ્યા અનુસાર મુઝફ્ફરાબાદની એક બળાત્કાર પીડિતાએ પીએમ મોદીને સંબોધિત કરતો ઈમોશનલ વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, સાત વર્ષથી ન્યાય માટે લઈ રહી છું. મારી સાથે સામુહિક બળાત્કાર થયો હતો. અહીંની પોલીસ, સરકાર અને કોર્ટ ન્યાય અપાવી શકતા નથી. આ વીડિયોના મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરું છું કે, અમને ભારત આવવાની મંજૂરી આપે, જેથી મારા સંતાનોનો જીવ બચી શકે, મારા સંતાનોને સતત મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. અહીંની પોલીસ અને રાજનેતા ચૌધરી તારિક ફારુક પણ મને અને મારા સંતાનોને મારી નાખશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પીઓકેમાં પોલીસ અને આર્મી અત્યાચાર ગુજારતી હોવાના અનેકવાર આક્ષેપ થયાં છે. જેથી સ્થાનિકોમાં પાકિસ્તાન સરકાર સામે નારાજગી પણ ફેલાયેલી છે.