Site icon Revoi.in

બિહારના સીએમ નીતિશ કુમાર પર હુમલો કરનાર સામે પોલીસની કાર્યવાહી- 13 લોકોની થઈ ધરપકડ

Social Share

પટનાઃ- બિહારના મુખ્યમંત્રી નિતીશ કુનમાર હાલ ચર્ચામાં જોવા મળી રહ્યા છે, કારણ કે પટનાના ગૌરીચક ધનરુઆ પાસે રવિવારે ગુસ્સે ભરાયેલા લોકોએ મુખ્યમંત્રી નીતિશ કુમારની ગાડી પર હુમલો કર્યો., આ હુમલામાં કારના કાંચ પણ તૂટ્યા હતા જો કે આ ઘટના બની ત્યારે સીએમ પોતે અંહી હાજર નહોતા,આ ઘટના પટના જિલ્લાના ગૌરીચક પોલીસ સ્ટેશનના સોહગી ગામમાં સર્જાય હતી જ્યાં કેટલાક અજાણ્યા લોકોએ તેમના કાફલા પર પથ્થરમારો કરવા લાગ્યા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે ગૌરીચક પોલીસ સ્ટેશન વિસ્તારના સોહગીનો એક યુવક ઘણા સમયથી ગુમ હતો. રવિવારે યુવકની લાશ મળી આવી હતી. આ પછી પરિવારજનો મૃતદેહને સોહગી મોડ મેઈન રોડ પર મૂકીને વિરોધ કરી રહ્યા હતા, ત્યારે મુખ્યમંત્રીની ગાડી પસાર થઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી.

જો કે આ ઘટના બાદ તરત પોલીસે હુમલા ખોરોની તપાસ શરુ કરી હતી ત્યારે હવે   આ કેસમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પટના એસએપીએ આરોપીની ધરપકડની પુષ્ટિ કરી છે. , ગઉલ્ઈલેખનીય છે કે કાલે પટનામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટના સમયે મુખ્યમંત્રી નીતિશ કુમાર કાફલામાં હાજર ન હતા.

હોબાળો મચાવતા રોષે ભરાયેલા લોકોએ મુખ્યમંત્રીની ગાડી પર પથ્થરમારો કર્યો હતો અને અનેક વાહનોના કાચ તોડી નાખ્યા હતા. મળતી માહિતી મુજબ ધનરુઆમાં યુવકની લાશ મળી આવતા લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને રોડ પર ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીની ગાડીઓ તે માર્ગથી ગયા તરફ જઈ રહી હતી. મુખ્યમંત્રી કારશેડમાં ન હતા.જો કે આ મામલે 13 લોકોની પોલીસ ધરપકડ કરી છે.