Site icon Revoi.in

પાકિસ્તાનમાં લોકોને વિચિત્ર માસ્કથી ડરાવવાનો પર્દાફાશઃ પોલીસે એક વ્યક્તિની કરી ધરપકડ

Social Share

દિલ્હીઃ કોરોના વાયરસની સામે દુનિયાના મોટાભાગના દેશો લડી રહ્યાં છે. વૈજ્ઞાનિકો તેનાથી બચવા માટે રિસર્ચ કરી રહ્યાં છે. માસ્ક અને રસી જ કોરોના સામે રક્ષણ આપે છે. દરમિયાન કેટલાક લોકો એવા માસ્ક પહે છે જેને જોઈને ઘણીવાર લોકો હસી પડે છે. તેમજ અનેકવાર લોકો ડરી જાય તેવા પણ માસ્ક કેટલાક લોકો પહેરતા હોય છે. દરમિયાન પાકિસ્તાન પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. જે લોકોમાં ડર ફેલાય તેવું માસ્ક પહેરીને ફરતો હતો. તેમજ આ શખ્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના પાકિસ્તાનના પેશાવરની છે.

આ વીડિયો પોસ્ટ કરતા પાકિસ્તાના પત્રકાર નાયલા ઈનાયતે લખ્યું છે કે, પકડાયેલો શખ્સ લોકોને ડરાવીને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવાનું આયોજન કરી રહ્યો હતો. જો કે, પોલીસે તેને પકડી લીધો છે. આ શખ્સ માસ્કથી લોકોને ડરાવે તે પહેલા જ પોલીસે દબોચી લીધો છે. પોલીસ લોકઅપમાં યુવાન વીડિયોમાં જોવા મળી રહ્યો છે. જે બાદ તે માસ્ક પહેલો જોવા મળે છે. આ કોઈ પ્રથમ ઘટના નથી કે પાકિસ્તાનમાં આવી ઘટના સામે આવી હોય. કેટલાક મહિનાઓ પહેલા પેશાવરમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ માસ્ક પહેલા શખ્સને પકડી લેવાયો હતો. તેણે જંગલી કુરતા જેવું માસ્ક પહેર્યું હતું. જેથી લોકો તેને જોઈને ડરી ગયા હતા. પોલીસે તેને પકડી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ શખ્સ પણ પેશાવરમાં જ રહેતો હતો.