Site icon Revoi.in

અમદાવાદમાં ચૂંટણીને લીધે પોલીસ એક્શન મુડમાં, 84 ચેકપોસ્ટ કાર્યરત, 74 આરોપીની ધરપકડ

Social Share

અમદાવાદઃ  લોકસભા ચૂંટણીમાં આચાર સંહિતા સંદર્ભે પોલીસ વિભાગ એક્શન મોડમાં છે. શહેર પોલીસે વિવિધ ગુનાના નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે તા.16-03-24થી તા.13-04-24 સુધી ડ્રાઈવનું આયોજન કર્યુ હતું. આ ડ્રાઈવ દરમિયાન કુલ 71 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ 84 જેટલી ચેક-પોસ્ટ્સ ઊભી કરવામાં આવી છે. આ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કરવામાં આવતા ચેકિંગ દરમિયાન 12,718 લિટર દેશી દારુ જેની કિંમત રૂ.2,54,360/- તથા IMFL 17,850 બોટલ્સ જેની કિંમત રૂ. 35,27,165 જેટલી થવા જાય છે. આ ઉપરાંત ગુનેગારો પાસેથી કુલ રુપિયા 78,220 રોકડા જપ્ત કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં ચૂંટણીની આચારસંહિતા જાહેર થયા બાદ શહેર પોલીસે અલગ અલગ ટીમ બનાવીને વિવિધ ગુનામાં વર્ષોથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવાની શરૂઆત કરી હતી. જેમાં 30 વર્ષથી વધુથી લઈને એક વર્ષ પહેલાથી પોલીસને ચકમો આપતા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે શહેર પોલીસ દ્વારા હજુ પણ આગામી દિવસોમાં 18 ટીમ દ્વારા કાર્ય કરવામાં આવશે અને હાલ શહેરમાં ગુનેગારો સામે અટકાયતી પગલા અને પાસા હેઠળની કામગીરી ચાલી રહી છે, તેની સાથે હથિયારો સંદર્ભે પણ પોલીસ કમિશનર દ્વારા કડક કાર્યવાહી કરવાની સૂચના આપી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 4002 જેટલા હથિયાર જમા લેવાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં દારૂનો મોટો જથ્થો અત્યાર સુધીમાં ઝડપી લેવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં FST/SST સિવાય 84 જેટલી ચેક-પોસ્ટ્સ ઊભી કરવામાં આવી છે. આ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કરવામાં આવતા ચેકિંગ દરમિયાન 12,718 લિટર દેશી દારુ જેની કિંમત રૂ.2,54,360/- તથા IMFL 17,850 બોટલ્સ જેની કિંમત રૂ. 35,27,165 જેટલી થવા જાય છે. આ ઉપરાંત ગુનેગારો પાસેથી કુલ રુપિયા 78,220 રોકડા જપ્ત કરવામાં આવ્યા છે.