Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે મહત્વકાંક્ષી ધારાસભ્યો ઉપર રાજકીય પાર્ટીઓની નજર

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની અત્યારથી જ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી લીધી છે. બીજી તરફ કેટલાક મહત્વકાંક્ષી નેતાઓ પણ પક્ષપલ્ટો કરવાની તૈયારીમાં લાગ્યાં છે. દરમિયાન શનિવારે બીએસપીના છ અને ભાજપના એક બાગી ધારાસભ્યોએ સમાજવાદી પાર્ટીની સાઈકલ ઉપર સવાર થવાનો નિર્ણય લીદો હતો અને વિદિવત રીતે સપામાં જોડાયાં હોવાનું જાણવા મલે છે. માયાવતીના છ ધારાસભ્યો અને સીતાપુરના ભાજપના ધારાસભ્ય રાકેશ રાઠોર સપામાં જોડાયાં હતા. એટલું જ નહીં આ સાતેય ધારાસભ્યોનું અખિલેશ યાદવે સ્વાગત કર્યું છે.

(વધારે અને સરળતાથી રિવોઈ સુધી પહોંચવા માટે ડાઉનલોડ કરો અમારી એપ) 

https://play.google.com/store/apps/details?id=com.revoinews

અખિલેશ યાદવે કહ્યું હતું કે, સરકારમાં બેઠેલા માનનીયને નિવેદન છે કે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. પોતાના ઘરની સારી રીતે સફાઈ કરવી લે. જેથી ધુમાડાના નિશાન દુર થઈ જાય. તેમજ બધુ હટાવી લે કેમ કે આવનારી નવી સરકારને કંઈ કરવું ના પડે. તેમણે કહ્યું કે, હવે સીએમ યોગીને સ્લોગન બદલવુ પડશે. તેમનું નવુ સ્લોગન મરુ પરિવાર ભાજપ પરિવાર નહીં પરંતુ મારુ પરિવાર ભાગતુ પરિવાર હશે. અનેક નેતાઓ પોતાના ગોલ સાથે પાર્ટીમાં આવવા માંગે છે. જનઆક્રોશ એટલો છે કે, આગામી ચૂંટણીમાં ભાજપનો સફાયો થઈ જશે.

સામાન્ય રીતે ચૂંટણી પૂર્વે તકવાદી નેતાઓ પોતાનો લાભ જોઈને અન્ય પાર્ટીમાં જોડાતા હોય છે. જ્યારે કેટલાક નેતાઓ પોતાની વિચારધારાને અનુસાર પાર્ટીમાં જોડાવાનું પસંદ કરે છે. દરમિયાન બીએસપીના અસલમ રાઈની, અસલમ અલી ચૌધરી, મુઝતબા સિદ્દીકી, કાલિમ લાલ બિંદ, હર ગોવિંદ ભાર્ગવ અને સુભાષ પટેલનો સમાવેશ થાય છે. બસપામાં બળવો કરનારા અસલમ રાઈનીએ કહ્યું હતું કે, અમે છ વિધાયકોને એક વર્ષ પહેલા જ અંદાજ આવી ગયો હતો કે, આવનારો સમય સપાનો છ. અમારા છ જણાના જોડાણથી વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં સપાની સુનામી જોવા મળશે.