Site icon Revoi.in

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં રાજકીય ઉથલપાથલઃ રમીઝ રાજાએ PCB સામે બાંયો ચડાવી

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ રમીઝ રાજાએ નવા મેનેજમેન્ટ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે પીસીબીના અધ્યક્ષ તરીકે નજમ સેઠીની નિમણૂક એક રાજકીય ચાલ છે. તેને ક્રિકેટ સાથે કોઈ લેવાદેવા નથી. રમીઝે પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો જાહેર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે આખું બંધારણ માત્ર એક વ્યક્તિ માટે બદલાયું છે. આ સાથે તેમણે જણાવ્યું કે, નજમ સેઠી અને તેના સાથીઓએ ઓફિસમાંથી સામાન લેવાનો સમય આપ્યો ન હતો.

રમીઝ રાજાએ કહ્યું, નવા અધ્યક્ષ અને તેમના સાથીદારોએ મને મારો સામાન પણ લેવા દીધો ન હતો. સવારે નવ વાગ્યે 17 લોકો ક્રિકેટ બોર્ડમાં ઘૂમી રહ્યા હતા જેમ FIAએ દરોડા પાડ્યા હોય તેમ લાગતુ હતું. રમીઝ રાજાએ વધુમાં કહ્યું કે, “એક માણસ સેઠીને ફિટ કરવા માટે PCBનું આખું બંધારણ બદલવું પડ્યું. મેં આ દુનિયામાં ક્યાંય જોયું નથી. આ સિઝનની મધ્યમાં કરવામાં આવ્યું છે જ્યારે પાકિસ્તાનની ટીમ પ્રવાસે ગઈ છે. તેમણે મુખ્ય પસંદગીકારોને પણ બદલી નાખ્યાં છે, રાત્રે બે વાગ્યે, તેમણે (સેઠી) ટ્વીટ કર્યું કે, રમીઝ રાજા ગયા છે. આ મારું રમતનું મેદાન છે. આ દુઃખદ છે.

“એવું બતાવવામાં આવ્યું છે કે જાણે કોઈ મસીહા (સેઠી) આવ્યા છે, જે રમતને નવી ઊંચાઈઓ પર લઈ જશે. અમને ખબર છે કે તે શું કરી રહ્યો છે. તે કોઈપણ કિંમતે હેડલાઈન્સ મેળવવા માંગે છે. તેને ક્રિકેટ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે ક્યારેય બેટ ઉપાડ્યું નથી. તેઓએ મને અધવચ્ચેથી બદલી નાખ્યો છે. સિઝનના મધ્યમાં, તેઓ મિકી આર્થરને લાવી રહ્યા છે. સકલૈન મુશ્તાકનો કાર્યકાળ જાન્યુઆરીમાં પૂરો થઈ રહ્યો હતો. સકલૈને 50 જેટલી ટેસ્ટ રમર્યાં છે તે એક દિગ્ગજ છે, આ ક્રિકેટરો સાથે યોગ્ય વ્યવહાર નથી.