Site icon Revoi.in

સ્થાનિક સ્વરાજ્યઃ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની 5481 બેઠકો માટે રવિવારે મતદાન

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છ કોર્પોરેશનની ચૂંટણી બાદ હવે આવતીકાલે 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દોઢ કરોડથી વધારે મતદારો 22 હજારથી વધારે ઉમેદવારોના ભાવી આવતીકાલે નક્કી કરશે. તા. 2 માર્ચના રોજ મતગણતરી યોજાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર છ કોર્પોરેશનમાં ભવ્ય જીત બાદ ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો છે. નગરપાલિકા, જિલ્લા અન તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાની શકયતા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને એવૈસીએ પણ પોતોના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યાં છે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ચૂંટણી બંદોબસ્ત માટે 26 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને SRPની 65 કંપની તૈનાત કરાયા છે. 97 આંતર રાજ્ય અને 437 આંતરિક ચેકપોસ્ટ બનાવાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીને લઈને આંતરીક અસંતોષ સામે આવ્યો હતો. તેમજ અનેક નેતાઓ અને કાર્યકરો પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા હોવાની ફરિયાદો ઉઠી હતી. જેથી ભાજપ અને કોંગ્રસ દ્વારા તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Exit mobile version