Site icon Revoi.in

દિલ્હીમાં પ્રદુષણનું સ્તર વધ્યું : સંપૂર્ણ લોકડાઉનની કેજરિવાલ સરકારની તૈયારીઓ

Social Share

દિલ્હીઃ દેશની રાજદાની દિલ્હીમાં પ્રદુષણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં દિલ્હી સરકારે કહ્યું હતું કે, દિલ્હીમાં પ્રદુષણ ઓછુ કરવા માટે સંપૂર્ણ કરી લોકડાઉન લગાવવા તૈયાર છીએ. દિલ્હી સરકારે 26 પાનાનું એફિડેવીટ પ્રદુષણ ઓછુ કરવા અને પર્યાવરણના રક્ષણ માટે કરાયેલા પ્રયાસોની જાણકારી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ સફાળી જાગેલી દિલ્હી સરકારે તમામ સ્કૂલો બંધ રાખવા સહિતના મહત્વના નિર્ણય લીધા હતા. સરકારે એફિડેવીટમાં કનોટ પ્લેસ વિસ્તારમાં આધુનિક સંયંત્ર લગાવાયાની માહિતી આપી હતી. પર્વાયવરણની રક્ષા માટે લોકોને જાગૃત કરવામાં આવતા હોવાનું પણ કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિની અધ્યક્ષતાવાળી ખંડપીઠે શનિવારે પ્રદુષણની સ્થિતિને ગંભાર જણાવીને તાત્કાલિક ઉપાય કરવા સુચન કર્યું હતું. બે-ત્રણ દિવસમાં પ્રદુષણ ઓછુ થાય તેવા ઉપાય કરવા તાકીદ કરાઈ હતી. દિલ્હી સરકારે કહ્યું હતું કે, કોર્ટના આદેશને પગલે તાત્કાલિક પગલાથી પ્રદુષણમાં ઘટાડો થયો છે. તેમજ આગામી બે-ત્રણ દિવસમાં હજુ ઘટાડો થવાની શકયતા છે. રાજધાનીમાં 74 ટકા પ્રદુષણ ઉદ્યોગીક વિસ્તારમાં વાહનો અને ધૂળના રજકણો ફેલાય છે.

સુપ્રીમ કોર્ટે દિલ્હીના પ્રદુષણ મુદ્દે સરકારની ઝાટકણી કાઢી હતી. કેજરીવાલ સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, તેમની સરકાર રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન લગાવવા માટે તૈયાર છે. તેમજ એનસીઆરમાં પણ લૉકડાઉન લગાવવામાં આવે તો પ્રદુષણ ઘટવાની શકયતા છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, ખેડૂતો દ્વારા સળગાવવામાં આવતા પરોલીથી 10 ટકા જેટલું જ પ્રદુષણ થાય છે. કોર્ટે ખેડૂતોને સમજાવવાની સાથે પ્રદુષણને અટકાવવા માટે કેટલાક નિર્દેશ કર્યાં હોવાનું જાણવા મળે છે.