Site icon Revoi.in

પોરબંદર જિલ્લામાં સરકારી શાળાઓ મર્જ કરવા સામે વાલીઓ અને પ્રા. શૈક્ષણિક મહાસંઘનો વિરોધ

An empty classroom at Chief Dumile Senior Secondary School in Bizana. The school had one of the worst matric pass rates last year. Picture : ALAN EASON. 26/11/09. ©Daily Dispatch

Social Share

પોરબંદર:  રાજ્ય સરકાર દ્વારા જે સરકારી શાળાઓમાં પુરતા વિદ્યાર્થીઓ ન હોય તેવી શાળાઓને બાજુની સરકારી શાળાઓમાં મર્જ કરવાની છેલ્લા કેટલાક વખતથી કવાયત ચાલે છે. જેમાં પોરબંદર શહેર અને જિલ્લાની પ્રાથમિક શાળાઓને અને કન્યા પ્રાથમિક શાળાઓને મર્જ કરવા કવાયત હાથ ધરાઈ છે. લાંબા સમયથી આ અંગે ગતિવિધિઓ ચાલતી હતી. જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓની યાદી સાથે ટીપીઓને તપાસ અહેવાલ રજુ કરવા જણાવતો પત્ર પાઠવ્યો હતો.આ પત્રને લઈને પોરબંદર જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ અને વાલીઓ તેમજ ગામના આગેવાનોએ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો.

પોરબંદર શહેર અને જિલ્લાની કેટલીક શાળાઓને મર્જ કરવાના મુદ્દે  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુઆત કરવા માટે મોટી સંખ્યામાં જે તે શાળાના શિક્ષકો અને વાલીઓ તેમજ સરપંચો, વિદ્યાર્થી સંગઠન વગેરે એકત્રિત થયા હતા. દરમિયાન શૈક્ષિક મહાસંઘ દ્વારા પણ શિક્ષણાધિકારીને રજુઆત કરવામાં આવી હતી. કે, સરકારના 2011 પ્રાથમિક શાળાઓ વિલીનીકરણ કરવાની નિતી અંગેના ઠરાવ અનુસાર 100થી ઓછી સંખ્યા હોય તેવી શાળાઓ વિલીનીકરણ કરી શકાય તેવુ ઠરાવમાં આવેલું છે પરંતુ જિલ્લામાં જે 26 શાળાઓ મર્જ કરવાની યાદી અપાઈ છે તેમાંથી 18 જેટલી શાળાઓમાં તો 100થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો મર્જ ન કરી શકાય તેવુ પોરબંદર જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રમુખ તેમજ જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ દ્વારા જણાવી શાળાઓ મર્જ ન કરવામાં આવે તેવી માંગ કરી હતી. સંત ત્રિકમાચાર્ય શાળાને જે રાંઘાવાવ શાળામાં મર્જ કરવાનુ યાદીમાં જણાવવામં આવ્યુ છે તે રાંઘાવાવ શાળા ત્યાથી દોઢ કિલોમીટર જેટલા અંતરે આવેલી છે તેથી વિદ્યાર્થીના વાલીઓ દ્વારા આ અંગે રજુઆત કરી હતી તેમજ મોઢવાડા ગામના સરપંચે તેમના ગામની કુમાર અને કન્યા પ્રાથમિક શાળા મર્જ કરવા મુદ્દે શિક્ષણાધિકારીને રજુઆત કરી વિરોધ નોંધાવ્યો હતો.

પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુઆત કરવા પહોંચેલા તમામ લોકોએ એકજ માંગ કરી હતી જે રીતે શાળાઓ ચાલી રહી તેમ રાબેતા મુજબ ચાલુ રાખવા દેવામાં આવે અને મર્જ કરવાની જે વિચારણા ચાલી રહી છે તે પડતી મુકવામાં આવે.શાળા મર્જ કરવાના વિરોધ મુદ્દે તમામ રજુઆતને સાંભળ્યા બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એવુ જણાવ્યુ હતુ કે,જે શાળા મર્જ કરવાનો પ્રશ્ન છે તે વાસ્તવમાં જિલ્લા શિક્ષણ સમિતિની છેલ્લે બેઠક મળી હતી ત્યારે એવુ નક્કી કરવામાં આવ્યુ હતુ કે, કુમાર અને કન્યાની શાળાઓ એક જ ગ્રાઉન્ડમાં હોય તો ત્યાની સુવિધાઓ કેવી છે તે બધુ ધ્યાનમાં રાખી પ્રાથમિક ધોરણે સમિતિ એવો નિર્ણય લીધો છે કે આવી શાળાઓ મર્જ થઈ શકે કેમ તે અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી યોગ્ય તપાસ કરી રીપોર્ટ આપે તેને લઈને આવી શાળાઓ અંગે તપાસ રીપોર્ટ માંગવામાં આવ્યો છે હાલમાં શાળાઓ મર્જ કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.