- કમોસમી વરસાદને કારણે ઘઉંના પાકને નુકશાન
- ફગ અને રાત્રડ સહિત અન્ય રોગો જોવા મળ્યા
- ઘઉંના ઉત્પાદનમાં જોવા મળી શકે છે ઘટાડો
ગીર સોમનાથ: જિલ્લામાં ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતા ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું હતું. ખેડૂતોએ ઘઉં, ચણા, બાજરી, ધાણા જેવા પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકમાં ફગ અને રાત્રડ સહિત અન્ય રોગો જોવા મળ્યા હતા. જેથી આ વર્ષે ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી શકે છે. આમ, છેલ્લા બે વર્ષથી કમોસમી વરસાદ અને આગોતરા-પાછોતરા વરસાદને લીધે ખેડૂતોનાના પાકોમાં નુકશાની જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે ખેડૂતો જે પ્રકારે ખેતી કરે છે તેમાં છેલ્લે ફાયદા કે નુક્સાન વાળું પરિણામ તો કૂદરત ઉપર આધારીત હોય છે. પણ જો કે સરકાર દ્વારા પણ ખેડૂતોને ટેકો કરવામાં આવતા અને કેટલીક આર્થિક સહાયતાઓ કરવામાં આવતા તેમને રાહત રહે છે. ખેડૂતોને ક્યારેક કૂદરતી તોફાન હેરાન પરેશાન કરતા હોય છે તો ક્યારેક વાતાવરણ બગડવાના કારણે પાકમાં આવી જતા રોગ પરેશાન કરતા હોય છે.
સ્થાનિક જાણકારો દ્વારા તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ વર્ષે ઘઉંનું ઓછું ઉત્પાદન થતા ઘઉંની કિંમતમાં વધારો જોવા મળી શકે છે.