Site icon Revoi.in

મધ્યપ્રદેશના દેવાસમાં હિંદુઓએ લગાવ્યા મકાન વેચવાના પોસ્ટર!, ફ્લેગમાર્ચ બાદ હટાવાયા પોસ્ટર

Social Share

દેવાસ: મધ્યપ્રદેશના દેવાસમાં કબ્રસ્તાન અને સ્મશાન વિવાદથી ક્ષુબ્ધ થયેલા હિંદુઓએ શનિવારે પોતાના ઘર વેચવાના પોસ્ટર લગાવ્યા અને બાદમાં પ્રશાસન અને પોલીસને સમજાવા તથા વિસ્તારમાં પોલીસે ફ્લેગ માર્ચ કર્યો અને તેના પછી મોડી રાત્રે તેમણે પોસ્ટરો હટાવ્યા હતા. શુક્રવારે પ્રશાસને કબ્રસ્તાન અને સ્મશાન વિવાદમાં નવો માર્ગ કાઢવાની કોશિશ કરી હતી. લોકોએ હનુમાનજીનો ફોટોગ્રાફ રાખીને પૂજા પણ કરી હતી.

દેવાસમાં કબ્રસ્તાન અને સ્મશાન વિવાદથી કંટાળીને હિંદુઓએ શનિવારે પોતાના મકાનો વેચવાના પોસ્ટરો લગાવ્યા હતા.

મામલો આગળ વધતા પ્રશાસન અને પોલીસે વિસ્તારમાં લોકોને સમજાવવાની કોશિશ કરી હતી. લોકોમાંથી કોઈપણ પ્રકારના ડરને દૂર કરવા માટે મોડી રાત્રે પોલીસે ફ્લેગમાર્ચ પણ કર્યો હતો. સમજાવટ બાદ હિંદુઓએ પોતાના મકાનો પરથી બિકાઉ હોવાના પોસ્ટરો હટાવ્યા હતા. શુક્રવારે પ્રશાસને કબ્રસ્તાન અને સ્મશાન વિવાદમાં નવો માર્ગ કાઢવાની કોશિશ કરી હતી.

વિવાદ બાદ નારાજ હિંદુ પરિવારોએ શનિવારે પોતાના મકાનોની સામે બિકાઉ હોવાના પોસ્ટર લગાવ્યાની જાણકારી મળ્યા બાદ હિંદુ સંગઠનોના લોકો અને સ્થાનિક કોર્પોરેટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અહીં હનુમાનજીનો ફોટોગ્રાફ લગાવીને લોકોએ પૂજા અને ધરણાં પણ કર્યા હતા.

મહત્વપૂર્ણ છે કે દેવાસના સ્ટેશન રોડ ખાતે આવેલી એક જમીનને હિંદુ પક્ષ સ્મશાન ગણાવે છે અને મુસ્લિમ પક્ષ જૂનું કબ્રસ્તાન ગણાવે છે. લાંબા સમયથી અહીં વિવાદ ચાલી રહ્યો છે. ભૂતકાળમાં એક મૃતદેહ  લાવીને દફન કરાતા વિવાદ થયો હતો.

તેના પછી વિવાદીત સ્થાનના મુખ્ય દરવાજા પર પ્રશાસને તાળું લગાવી દીધું હતું. કેટલાક દિવસો પહેલા અંદર રહેતા એક પરિવારના ઘરને પણ પ્રશાસને બુલડોઝરથી તોડી પાડયું હતું.

બીજી તરફ પ્રશાસન અને પોલીસની ટીમોએ અહીં નવો આવાગમનનો માર્ગ બનાવવાની કોશિશ શરી કરી હતી. તેના વિરોધમાં સ્થાનિક કોર્પોરેટર અને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.

સ્થાનિકોએ પોતાના ઘરો પર મકાન બિકાઉ હોવાનો પાસ્ટરો લગાવી દીધા. પોસ્ટરોમાં પણ લખવામાં આવ્યું હતું કે પ્રશાસનના કારણે તેઓ મકાન વેચવા માંગે છે. ભાજપના સાંસદ મહેન્દ્રસિંહ સોલંકીએ કહ્યુ છે કે તેમને આ મામલાની જાણકારી મળી છે. પ્રશાસન સાથે મળીને જલ્દીથી ઉકેલ કાઢવામાં આવશે. કોઈપણ હિંદુને પોતાનું મકાન વેચવાની જરૂરત કેમ પડી રહી છે, તેની તપાસ કરાવવામાં આવશે.