Site icon Revoi.in

પ્રજ્ઞાનંદે વર્લ્ડ ચેમ્પિયન ડિંગ લિરેનને હરાવ્યો, વિશ્વનાથન આનંદને પાછળ છોડી નંબર-1 બન્યો

Social Share

નવી દિલ્હીઃ ટાટા સ્ટીલ માસ્ટર ઈવેન્ટમાં ચોથા રાઉન્ડમાં વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ડીંગ લિરેનને હરાવ્યા બાદ, પ્રજ્ઞાનંદ લાઈવ રેટિંગમાં વિશ્વનાથન આનંદને પછાડીને નંબર-1 ભારતીય ગ્રાંન્ડ માસ્ટર બની ગયા છે પ્રજ્ઞાનંદને અગાઉના વર્ષમાં આ જ ઈવેન્ટમાં ડિંગને હરાવ્યો હતો. પ્રજ્ઞાનંદાએ ટાટા સ્ટીલ માસ્ટર 2023ના ચોથા રાઉન્ડમાં વિશ્વ ચેમ્પિયનને હરાવ્યોં હતો. પ્રજ્ઞાનંદએ ડિંગ લિરેનને હરાવવા માટે કાળા ટૂકડાઓ સાથે શાનદાર રીતે રમ્યા હતા. આ જીત પછી પ્રજ્ઞાનંદ હવે વિશ્વનનાથ આનંદ પછી ચેસમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયનને હરાવનારો બીજો ભારતીય બન્યો છે.
પ્રજ્ઞાનંદની જીત પર એક્સ ઉપર પોસ્ટ કરતા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ લખ્યું, ‘તમારી સીદ્ધી પર ખૂબ જ ગર્વ છે પ્રજ્ઞાનંદ. વર્તમાન વિશ્વ ચેમ્પિયન ચીનના ડિંગ લિરેનને હરાવી ભારતના ટોપ રેટેડ ખેલાડી બનવું અદભૂત ક્ષણ હતી, તે ખરેખર આપણા રાષ્ટ્ર માટે ગર્વની ક્ષણ છે.’
આ મહિનાના શરૂઆતમાં, પ્રજ્ઞાનંદની કારકિર્દીને અદાણી જૂથના સમર્થનથી મોટો વેગ મળ્યો, જે ખેલાડીઓને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે. તેઓ ભારતને ગૌરવ અપાવવા માટે તમામ પ્રયાસો કરે છે. યુવા ચેસ પ્લેયરને મળ્યા બાદ, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું- અમને પ્રજ્ઞાનંદને ટેકો આપવા માટે ખૂબ જ ગર્વ છે. જે તડપ સાથે તેમને રમતમાં પ્રગતિ કરી છે. ખરેખર તમામ ભારતીયો માટે પ્રેરણારૂપ છે. તેનું ઉદાહરણ છે. રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા અને સર્વોચ્ચ સ્તરે પુરષ્કારો જીતવા સિવાય બીજું કઈં નથી અને અદાણી ગ્રુપ આ પ્રવાસમાં રમતવીરોને સાથ આપવા માટે પૂરા દિલથી સમર્પિત છે.