Site icon Revoi.in

દેશનું પ્રથમ આ એવુ મંદિર કે જેના પ્રસાદને ફાઈવ સ્ટાર હાઈજીન રેટિંગ મળ્યો

Social Share

દિલ્હીઃ પવિત્ર શ્રાવણ મહિનામાં દેશના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં છે. દરમિયાન ઉજ્જૈનના સુપ્રસિદ્ધ મહાકાલેશ્વર જ્યોર્તિલિંગ મંદિરના લાડુના પ્રસાદને હાઈજીનમાં ફાઈવસ્ટાર રેટિંગ મળ્યું હોવાનું જાણવા મળે છે. ફાઈવસ્ટાર રેટીંગ મેળવનારુ આ પ્રથમ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મંદિરના પ્રસાદ બનાવવાની જગ્યાએ તંત્ર દ્વારા સફાઈને લઈને વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરવા માટે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે. તેમજ અહીંથી લાડુનો પ્રસાદ લઈ જાય છે. આ પ્રસાદ મંદિરથી સાત કિમી દૂર આવેલા ગણેશ મંદિર નજીક તૈયાર કરવામાં આવે છે. અહીં એન્ટ્રી ગેઈટ પર બે એયર કટર લગાડવામાં આવ્યા છે. જેના કારણે 90 ટકા માખીઓ તથા અન્ય જીવજંતુઓ બહાર જ રહે છે.

એન્ટીગેઈટની અંદર જીવજંતુ નાશક પણ લગાડવામાં આવ્યા છે. તથા ઉંદર પકડવા માટે ‘રેટકિલર પેડ’ પણ રાખવામાં આવ્યા છે. અહી નિરંતર ઝાડુ0પોતા લગાવવામા આવે છે. તથા પ્રત્યેક કર્મચારીઓ માસ્ક અને માથાપર કેપ લગાવીને જ રાખે છે. એટલું જ નહીં કોરોના મહામારીને પગલે અહી દરરોજ દરેક કર્મચારીઓને પણ બોડીટેમ્પ્રેચર ચેક કર્યા વગર અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. લગભગ 50થી વધારે લોકો દરરોજ 10 કલાકથી વધારે સમયમાં 50 ક્વિન્ટલ જેટલા લાડુ બનાવે છે.