Site icon Revoi.in

ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ, 7મીથી 15 જુન દરમિયાન વરસાદ પડવાની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થઈ ગયો છે. બીજીબાજુ દેશમાં દક્ષિણ પશ્વિમનું ચોમાસું આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં હાલ ભેજવાળા પવન ફૂંકાઇ રહ્યાં છે ત્યારે અરબી સમુદ્રમાં તેમજ બંગાળની ખાડીમાં એમ બે વાવાઝોડા સ્રકિય થવાની શક્યતા છે. તેના લીધે  આગામી તા.7થી 11 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે.  ગુજરાતમાં 22થી 25 જૂને વિધિવત ચોમાસુ બેસી જશે.

હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ સપ્તાહમાં જ અરબી સમુદ્રમાં વાવઝોડું સક્રિય થશે અને બંગાળના ઉપસાગરમાં પણ વાવઝોડું સક્રિય થવાનું અનુમાન છે. બંને વાવાઝોડાં એક સાથે ચાલી શકે નહીં, પરંતુ વિશિષ્ટ સ્થિતિ જોવા મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંધ થઈ જશે. અરબી સમુદ્રમાં કાલે 3થી 7 જૂન વચ્ચે વાવઝોડું સક્રિય થશે અને બંગાળની ખાડીમાં 7થી 10 જૂન આસપાસ વાવાઝોડું સક્રિય થશે. વાવઝોડું મૃગશિર્ષ નક્ષત્રમાં જોર પકડશે. બે વાવાઝોડા સક્રિય થવાનું કારણ છે હવાનું દબાણ. આવું ક્યારેય બન્યું નથી, પહેલી વખત આવું બનશે અને વિશિષ્ટ સ્થિતિ જોવા મળશે. જેથી ગુજરાતમાં વાવઝોડાને કારણે 7થી 11 જૂન વચ્ચે વરસાદ આવવાની શક્યતા છે. જેમાં  8થી 10 જૂનમાં ભારે વરસાદ થવાની શકયતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થશે અને વાવણીલાયક વરસાદ થશે. ચક્રવાતનો માર્ગ ઓમાન તરફનો અથવા સૌરાષ્ટ્ર તરફનો પણ હોઇ શકે છે.

જ્યોતિષશાસ્ત્રના આધારે હવામાનની આગાહી કરવામાં આવી છે. જેમાં એવો વર્તારો આપવામાં આવ્યો છે. કે, ગુજરાતમાં વાવઝોડાને કારણે 7થી 11 જૂન વચ્ચે વરસાદ આવવાની શક્યતા છે. જેમાં  8થી 10 જૂનમાં ભારે વરસાદ થવાની શકયતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થશે અને વાવણીલાયક વરસાદ થશે. ચક્રવાતનો માર્ગ ઓમાન તરફનો અથવા સૌરાષ્ટ્ર તરફનો પણ હોઇ શકે છે. ચક્રવાત બન્યા પછી ગુજરાત તરફનો માર્ગ હશે તો રોહિણી નક્ષત્ર ઉતરતા સારો વરસાદ થશે. ઓમાન તરફ જશે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અરબ સાગરનું તાપમાન ઊંચું હોવાને કારણે વાવઝોડું સક્રિય થશે. વાવઝોડું મજબૂત બનવાની શકયતા રહેશે. બંગાળના ઉપસાગરનું વાવાઝોડું પશ્ચિમ બંગાળ, આસામ અને મ્યાનમારને અસર કરશે. એટલે હવા ઉપરથી ખેંચાશે. અરબ સાગરનું વાવાઝોડું દક્ષિણ ભારત, કેરળ, કર્ણાટક, મુંબઇ અને  ગુજરાતમાં ભારે વરસાદ લાવી શકે છે.

હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ હાલ ઉત્તર પાકિસ્તાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જ્યારે દક્ષિણ પૂર્વ રાજસ્થાન પર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. આ બંને સિસ્ટમની અસરને કારણે આગામી ચાર દિવસ દરમિયાન 50 કિમી.ની ઝડપ સુધી પવન ફૂંકાવા સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, નવસારી, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતની કેટલીક જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે. એક તરફ વરસાદની આગાહી છે બીજી તરફ ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેતા નાગરિકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે.