Site icon Revoi.in

મેઘાલય વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ – બીજેપી અધ્યક્ષ નડ્ડાએ ભાજપનું ઘોષણા પત્ર રજૂ કર્યું

Social Share

શિલોંગઃ- ભારતીય જનતા પાર્ટી મેધાલયમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કમર કસી રહી છે ચૂંટણીની તૈયારીઓ રુપે સરાકર દ્રારા વાયદાપત્ર જાહેર કરવામાં આવ્યું છે મેધાલયની ચૂંટણીને લઈને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ આજરોજ ઘોષણાપત્રની જાહેરાત કરી છે.

બીજેપી એ અહીં સરકારી કર્મીઓ પર પેહલું પાસુ ફેક્યું છે અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે અમે મેઘાલયમાં 7મું પગાર પંચ લાગુ કરીશું અને સરકારી કર્મચારીઓનો પગાર સમયસર આપવામાં આવશે.

આ સાથે જ જો બીજું ધ્યાન બીજેપીએ આપ્યું હોય તો તેમાં ખેડૂતોનો સમાવેશ થાય છએ ખેડૂતોને લઈને પણ વાયદાઓ કરાયા છએ જે પ્રમાણે  પીએમ-કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને આપવામાં આવતી રકમમાં વાર્ષિક 2 હજાર રૂપિયાનો વધારો  કરવાની વાત કહેવામાં આવી છે

જો ત્રીજી બાબતની વાત કરીએ તો નવજાત શીશુને લઈને બીજેપીએ વાયદો કર્યા છો જે મુજબ નવજાત બાળકીના  જન્મ પર  રુપિયા 50 હજારનું  બોન્ડ આપવાની વાત કહેવામાં આવી છે.આ સહીત આ બાબતમાં બીજેપી દ્રારા શિક્ષણને પણ આવરી લેવાયું છે અને કહેવામાં આવ્યું છે કે  બાળકીને  કિન્ડરગાર્ટનથી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી મફત શિક્ષણ આપવામાં  આવે તેવી યોજના બનાવી છે.