Site icon Revoi.in

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે જયપુરમાં રાજભવન ખાતે બનેલા ‘સંવિધાન પાર્ક’નું કરશે ઉદ્ઘાટન

Social Share

દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતી કાલે રાજસ્થાનની મુલાકાતે લેશએ તેઓ રાજસ્થાનની રાજધાની જયપુર ખાતે રાજભવનમાં બનેલા પાર્કનું ઉદ્ધાટન કરશે.પ્રાપ્ત વિગત પ્રમાણે રાષ્ટ્રપતિ મંગળવારે જયપુર આવશે. અહીં તે રાજભવનમાં બનેલા સ્વાધિન પાર્કનું ઉદ્ઘાટન કરશે.

.રાષ્ટ્રપતિ બન્યા બાદ દ્રૌપદી મુર્મુ પ્રથમ વખત રાજસ્થાનની મુલાકાતે છે. આવી સ્થિતિમાં તેમના સ્વાગત માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ સાથએ જ રાષ્ટ્રપતિ  વિશેષ આર્મી એરક્રાફ્ટ દ્વારા સવારે 10 વાગ્યે જયપુર એરપોર્ટ પહોંચશે. સવારે 11 વાગ્યે કોન્સ્ટિટ્યુશન પાર્કનું ઉદ્ઘાટન કર્યા બાદ તેઓ રાજભવનમાં જ લંચ લેશે. બાદમાં બપોરે તે માઉન્ટ આબુ જવા રવાના થશે.

જો તેમના આગળના કાર્યોની  વાત કરીએ તો તેઓ બુધવાર, 4 જાન્યુઆરીએ પાલીના રોહત ખાતે આયોજિત રાષ્ટ્રીય જંબોરીમાં હાજરી આપશે. 4 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યે તે આર્મીના હેલિકોપ્ટર દ્વારા દિલ્હી જવા રવાના થશે.

ઉલ્લેખનીય છે કે રાજભવન પરિસરમાં 8 કરોડ 16 લાખના ખર્ચે આકર્ષક પાર્ક બનાવ્યો છે. આ ભાગમાં બંધારણના નિર્માણમાં યોગદાન આપનાર મહાપુરુષોની પ્રતિમાઓ અને શિલાલેખો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. 

આ સહીત મહાત્મા ગાંધી, મહારાણા પ્રતાપ અને રાજસ્થાનની કલા સંસ્કૃતિની ઝલક પણ રજૂ કરવામાં આવી છે. આ કોન્સ્ટીટ્યુશન પાર્ક અઠવાડિયામાં બે દિવસ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે, જ્યાં બધા માટે પ્રવેશ મફત રહેશે