Site icon Revoi.in

G 20 બેઠક માટે ભારત આવશે રાષ્ટ્રપતિ જોબાઈડન – અમેરિકી રાષ્ટ્રપતિ અને પીએમ મોદી વચ્ચે 8 સપ્ટેમ્બરે બેઠક યોજાશે

Social Share

દિલ્હીઃ- ભારત આ વર્ષ દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે  આ મહિનાની 9 -10 તારીખએ રાજઘાની દિલ્હી ખાતે જી 20 સમિટ યોજાવા જઈ રહી છે જે સદંર્ભે અનેક વિદેશી મંત્રીઓ નેતાઓ ભારતમાં આ સમિટમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડન પણ આ બેઠકમાં ભાગ લેવા ભારત આવશે.

ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે G20 વિશ્વ નેતાઓની સમિટ યોજાવાની છે. આ સમિટ ભારતમાં વિશ્વ નેતાઓની સૌથી મોટી સભાઓમાંની એક હોવાની અપેક્ષા છે. ભારતે 1 ડિસેમ્બર, 2022 ના રોજ ઇન્ડોનેશિયા પાસેથી G20 અધ્યક્ષપદ સંભાળ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિ જોબાઈડન અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે 8 સપ્ટેમ્બર વચ્ચે બેઠક યોજાવા જઈ રહી છે.અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન G20 સમિટમાં ભાગ લેવા ભારત આવશે. આ સંબંધિત સત્તાવાર માહિતી આજરોજ શનિવારે વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવી હતી.

તેમના ભારત આવવાના ન્યુઝને લઈને વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, બાઈડેન ગુરુવાર એટલે કે 7 સપ્ટેમ્બરથી ભારતની મુલાકાતે આવશે. અમેરિકી રાષ્ટ્રપતિ 8 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેમની સાથે મુલાકાત કરીને, બિડેન G20 જૂથના નેતૃત્વની પણ પ્રશંસા કરશે.