Site icon Revoi.in

રાષ્ટ્રપતિ મેક્રોને પીએમ મોદી સાથે લીધી સેલ્ફી,કહ્યું- ભારત અને ફ્રાંસની મિત્રતા અમર રહે

Social Share

દિલ્હી : ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમની સફળ દ્વિપક્ષીય વાટાઘાટો બાદ સેલ્ફી સાથે મિત્રતાની એક ક્ષણ કેદ કરી હતી. ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોની સમગ્ર શ્રેણીની સમીક્ષા કર્યા પછી ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોને ટ્વિટર પર ફ્રેન્ચ, અંગ્રેજી અને હિન્દીમાં કૅપ્શન્સ સાથે તસવીર શેર કરી હતી. મેક્રોને ટ્વીટમાં લખ્યું, ‘ભારત અને ફ્રાન્સ વચ્ચેની મિત્રતા ચિરંજીવ રહે!’

મેક્રોનના ટ્વીટના જવાબમાં પીએમ મોદીએ લખ્યું, ‘ફ્રેન્ડ્સ ફોરએવર!’ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથેના સંબંધોની સંપૂર્ણ શ્રેણીની સમીક્ષા કર્યા પછી, પીએમ મોદીએ કહ્યું કે તેઓ ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી, AI અને સેમિકન્ડક્ટર્સ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા માટે આતુર છે.

પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પીએમ મોદીએ કહ્યું, ‘મારા મિત્ર રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથેની વાતચીત ખૂબ ફળદાયી રહી. અમે ભારત-ફ્રેન્ચ સંબંધોની સમગ્ર શ્રેણીની સમીક્ષા કરી. હું ખાસ કરીને ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી, AI જેવા ભાવિ ક્ષેત્રોમાં સહકારને વધુ ગાઢ બનાવવા માટે ઉત્સાહિત છું.

એક ટ્વિટમાં, વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, “PM મોદીએ એલિસી પેલેસમાં ફ્રેન્ચ રાષ્ટ્રપતિ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી. બંને નેતાઓ વચ્ચેની ચર્ચાઓમાં સંરક્ષણ, અવકાશ, નાગરિક પરમાણુ, વિજ્ઞાન અને ટેકનોલોજી, વેપાર અને રોકાણ, ઊર્જા, આબોહવા ક્રિયા, સંસ્કૃતિ અને લોકો-થી-લોકોના સંબંધો સહિત દ્વિપક્ષીય સહયોગની વિશાળ શ્રેણી આવરી લેવામાં આવી હતી.

અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું, ‘પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોંએ એલિસી પેલેસમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી. એજન્ડામાં સંરક્ષણ, અવકાશ, નાગરિક પરમાણુ, વિજ્ઞાન અને ટેકનોલોજી, વેપાર અને રોકાણ, ઉર્જા, આબોહવા ક્રિયા અને સંસ્કૃતિ સહિત દ્વિપક્ષીય સહયોગના અનેક ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, ‘G20ની ભારતની અધ્યક્ષતા, ઈન્ડો-પેસિફિક સંબંધિત મુદ્દાઓ અને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી.