Site icon Revoi.in

રાષ્ટ્રપતિ મુર્મુએ દેશના 84 સૈન્ય અધિકારીઓને વિશિષ્ઠ સેવા મેડલથી સન્માનિત કર્યા – કાર્યક્મમાં પીએમ મોદીની પણ હાજરી રહી

Social Share

 

દિલ્હીઃ- વિતેલા દિવસને મંગળવારને 27 જૂનના રોજ દેશના 48 જેટલા સૈન્ય અધિકારીઓને ખઆસ પુરસ્કારથઈ સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રાપ્ત વિગત પ્રામણે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સશસ્ત્ર દળો અને ભારતીય કોસ્ટ ગાર્ડના 84 વરિષ્ઠ સૈન્ય અધિકારીઓને વિશિષ્ઠ સેવા પુરસ્કાર એનાયત કર્યા હતા અને આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી.

વધુ વિગત પ્રમાણે રાષ્ટ્રપતિ મુર્મુ દ્રારા દેશના 52 ને અતિ વિશિષ્ટ સેવા મેડલ , એક અધિકારીને બે વખત  AVSM, ત્રણ અધિકારીઓને ઉત્તમ યુદ્ધ સેવા મેડલ (UISM) અને 28 પરમ વિશિષ્ટ સેવા મેડલ (PVSM) અસાધારણ કાર્યની  વિશિષ્ટ સેવા માટે એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કરાયો હતો જે મુજબ બીજા ડિફેન્સ ઇન્વેસ્ટિચર સમારોહમાં આ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. કાશ્મીરમાં એલઓસીની સુરક્ષા માટે જવાબદાર ચિનાર કોર્પ્સના ભૂતપૂર્વ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એડીએસ ઔજલાને UYSM એનાયત કરવામાં આવ્યો હતો.

આ સહીત કુમાઉ રેજિમેન્ટના 3 કોર્પ્સના લેફ્ટનન્ટ જનરલ રામચંદર તિવારી અને પંજાબ રેજિમેન્ટ હેડક્વાર્ટરના 14 કોર્પ્સના લેફ્ટનન્ટ જનરલ અનાદય સેનગુપ્તાને પણ UYSM એનાયત કરવામાં આવ્યા હતા.

નિવૃત્ત મેજર જનરલ કે.કે. નારાયણનને બાર ટુ અતિ વિશેષ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. અતિ વિશેષ સેવા મેડલ પ્રાપ્ત કરનારાઓમાં આર્મીમાંથી નિવૃત્ત મેજર જનરલ આલોક કક્કર, કોર્પ્સ ઓફ એન્જિનિયર્સના વિદ્યાર્થી મેજર જનરલ સંજય કુમાર, નેવીના વાઇસ એડમિરલ દીપક કપૂર, વાઇસ એડમિરલ અધીર અરોરા અને એર માર્શલ આશુતોષ દીક્ષિતનો સમાવેશ થાય છે.