Site icon Revoi.in

રાષ્ટ્રપતિ મુર્મુ આજથી ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે,પરિયોજનાઓનું કરશે શિલાન્યાસ  

Social Share

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 8 ડિસેમ્બરે ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે જશે.રાષ્ટ્રપતિ સચિવાલયના જણાવ્યા અનુસાર, 8 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ ઉત્તરાખંડ સરકાર દ્વારા દેહરાદૂનમાં આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં ભાગ લેશે.તે ઉર્જા, શિક્ષણ, માર્ગ, પરિવહન અને શહેરી વિકાસ સાથે સંબંધિત ઉત્તરાખંડની વિવિધ યોજનાઓનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

9 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન અને મસૂરી ખાતે 97માં કોમન ફાઉન્ડેશન કોર્સના સમાપન સમારોહને સંબોધિત કરશે.આ ઉપરાંત તે દૂન યુનિવર્સિટીના વાર્ષિક દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે.ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ આંધ્રપ્રદેશની બે દિવસીય મુલાકાતે હતા.તેમની મુલાકાત દરમિયાન તેઓ વિવિધ ક્ષેત્રના અધિકારીઓને મળ્યા હતા.રાષ્ટ્રપતિ મુર્મુએ નૌકાદળ દિવસ નિમિત્તે વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય નૌકાદળ દ્વારા એક ઓપરેશનલ પ્રદર્શન જોયું.

તેમણે સંરક્ષણ મંત્રાલય, માર્ગ પરિવહન મંત્રાલય, રાજમાર્ગો અને આદિજાતિ બાબતોના મંત્રાલયના વિવિધ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો.આ પ્રસંગે રાષ્ટ્રપતિએ તમામ અધિકારીઓ અને અન્યોને નેવી ડે પર અભિનંદન પાઠવ્યા હતા.તેમણે કહ્યું કે, આ દિવસ 1971ના યુદ્ધમાં ભારતીય નૌકાદળના બહાદુરીભર્યા કાર્યોને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે, જેણે ભારતની ઐતિહાસિક જીતમાં યોગદાન આપ્યું હતું.તે આપણા શહીદોને યાદ કરવાનો અને સન્માન કરવાનો દિવસ છે, જેમણે ઇતિહાસમાં પોતાનું કાયમી સ્થાન બનાવ્યું અને દરેકને પ્રેરણા આપતા રહે છે.