Site icon Revoi.in

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ લીધી કોરોના વેક્સિન – આર્મી હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

Social Share

દિલ્હી – છેલ્લા બે દિવસથી દેશભરની મહાન હસ્તિઓ, નેતાઓ કોરોના વેક્સિનનો ડોઝ લઈ રહ્યા છે, આ પહેલા પીએમ મોદીએ પણ વેક્સિનનો ડોઝ લીધો હતો ત્યારે આજ રોજ બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આર્મી હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે.

અગાઉ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રસીકરણને લઇને કહ્યું હતું કે, આ ખૂબ જ ગર્વની વાત છે કે ભારતમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. વેક્સિનેશનમાં ઉપયોગમાં લેવાતી બન્ને રસી સ્વદેશી છે.

ત્યારે આ વેક્સિન લેવાના લીસ્ટામાં આ પહેલાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન સહિતના વરિષ્ઠ નેતાઓએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.તો બીજી તરફ દેશમાં અત્યાર સુધી કુલ ૧.૫૬ કરોડ લોકોને કોરોવાની વેક્સિન આપવાનું કાર્ય થઈ ચૂક્યું છે, કોરોના રસીકરણમાં વેગ જોવા મળી રહ્યો છે.આ એક ઐતિહાસિક રસીકરણ મનાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે રસીકરણનો આ બીજો તબક્કો ચાલી રહ્યો છે. આ તબક્કામાં ૬૦ વર્ષથી વધુ વયના લોકો અને ગંભીર બીમારીનો સામનો કરી રહેલાં ૪૫ વર્ષથી વધુ વય ધરાવતા લસોકોને અગ્રતા આપવામાં આવી રહી છે,રસીકરણ માટે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સાહિન-