Site icon Revoi.in

ભાવનગરમાં દબાણ હટાવ ઝૂંબેશ, રીંગરોડ પર લારી-ગલ્લા સહિત કરાયેલા દબાણો દુર કરાયા

Social Share

ભાવનગરઃ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રોડ-રસ્તાઓ પરના દબાણો દુર કરવાની મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઝૂંબેશ ચાલી રહી છે. શહેરના સિટી વિસ્તારમાં દબાણો હટાવ્યા બાદ હવે રિંગ રોડ પરના દબાણો હટાવવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં શહેરના મંત્રેશ કોમ્પ્લેક્સથી ટોપથ્રી સર્કલ, રીંગ રોડ પર હોટલો અને રેસ્ટોરન્ટધારકો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો મ્યુનિ.ના દબાણ હટાવો સેલે તોડી પાડ્યા હતા, આ ઉપરાંત બાકડા, પાટિયા, લારી-ગલ્લા અને હોલ્ડિંગ દબાણ હટાવો સેલની ટીમે કબજે કર્યા હતા.

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના દબાણ હટાવ સેલના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના મંત્રેશ કોમ્પલેક્ષથી રિંગ રોડ સુધી મોટાભાગના રેસ્ટોરન્ટ માલિકો દ્વારા મોટા દબાણો કર્યા હોવાથી  તમામ દબાણો દૂર કર્યા હતા. મ્યુનિ.કમિશનર દ્વારા  શહેરની મધ્યમાં આવેલી શાકમાર્કેટમાં રાઉન્ડ લેવામાં આવ્યો હતો. અને  કાચા પાકા ગેરકાયદેસર ખડકી દેવામાં આવેલા દબાણ તોડી પાડ્યા હતા, મ્યુનિ.ની જમીન અને રોડ રસ્તા ખુલ્લા કરી દેવામાં આવ્યાં હતા. ગેરકાયદેસર રીતે દબાવેલી જમીનો અને ટ્રાફિકને અડચણ રૂપ થતા દબાણો હટાવી દીધા હતા.

શહેરની મધ્યમાં આવેલી શાકમાર્કેટમાંથી ગેરકાયદે ખડકી દેવામાં આવેલા દબાણો અને લારી ગલ્લાઓ મ્યુનિ.ના દબાણ હટાવો સેલે હટાવી દીધા હતા. ત્યારે મ્યુનિ.ના કમિશનર ઉપાધ્યાયે સવારના સમયે શાક માર્કેટમાં રાઉન્ડ લગાવ્યો હતો અને ચકાસણી કરી હતી કે, તાજેતરમાં હટાવેલા દબાણો લારી ગલ્લાઓ ફરી વખત મુકાયા તો નથી ને અને ફરી વખત મુકાયેલા દબાણો હટાવી દીધા હતા તદુપરાંત ભાવનગર શહેરના રૂપમ ચોક, શાકમાર્કેટ અને પીરછલ્લા શેરીમાંથી ગેરકાયદેસર ખડકાયેલા દબાણો હટાવ્યા હતા.