Site icon Revoi.in

દિવાળી તહેવારોને લીધે ડ્રાયફ્રુટ્સના ભાવમાં 10થી15 ટકાનો વધારો

Social Share

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારાને લીધે દરેક ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. મોંઘવારીઓ માઝા મુકી છે. ત્યારે દિવાળીના પર્વમાં ડ્રાયફૂટના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 10 થી 15 ટકાનો વધારો થયો છે. વેપારીઓ સિઝન સારી જશે તેવી આશા રાખી રહ્યા છે. પરંતુ અફઘાનિસ્તાનથી પુરતી આયાત ન થતાં અને બીજી બાજુ ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું થતાં ભાવમાં વધારો થયો છે.

દિવાળીના તહેવારમાં સૌથી વધારે ડ્રાયફૂટનું વેચાણ થતું હોય છે. વિવિધ મીઠાઇ અને કોર્પોરેટર કંપનીઓમાં ભેટ સ્વરૂપે ડ્રાયફૂટ આપવામાં આવતુ હોય છે. જોકે ગત વર્ષે કોરોના કાળ કરતા આ વર્ષે ડ્રાયફૂટના ભાવમાં 10 થી 15 ટકાનો ભાવ વધારો થયો છે. જોકે અફધાનિસ્તાનમાં થયેલી સ્થિતિ બાદ જે ભાવ વધ્યા હતા તેમાં થોડો ઘટાડો આવ્યો છે. ગત વર્ષે કાજુના ભાવ રૂ, 750 હતા તેના આ વર્ષે 800, બદામના ભાવ 650 હતા તેના 750, ક્રિસમીસના ભાવ 300 હતા તેના ભાવ 350, થયા છે જ્યારે અખરોટ અને પિસ્તાના ભાવમાં હજુ કોઈ વધારો થયો નથી તેવુ વેપારીઓ કહી રહ્યા છે. જોકે, લોકોની ખરીદ શક્તિમાં થોડો ઘટાડો થયો છે.1 કિલો ડ્રાયફૂટુની ખરીદી કરનારા હવે માત્ર 500 ગ્રામ ખરીદી કરીને ચલાવે છે.

અમદાવાદ શહેરના જથ્થાબંધ વેપારીઓના કહેવા મુજબ  ગત વર્ષ કરતા થોડો ભાવ વધારે છે. પરંતુ અફધાનિસ્તાન અને કોરોના કાબુમાં આવતા અન્ય દેશોના સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. જેથી ધીરે ધીરે બજારમાં ડ્રાયફુટના કન્ટેનર આવવાની શરૂઆત થઇ છે. ત્યારે દિવાળી બાદ ભાવમાં હજુ પણ ઘટાડો થઇ શકે છે. જોકે હજુ સુધી જે કોર્પોરેટ ઓર્ડર મળવા જોઇએ તે મળ્યા નથી. જેથી વેપારીઓ હજુ પણ સારી ધરાકીની આશા રાખી રહ્યા છે. હાલમાં કોરોના કાબુમાં આવતા બજારમાં સ્થિતિ સુધરી રહી છે.થોડા દિવસ પહેલા અફધાનિસ્તાનમાં થયેલી સ્થિતિના કારણે ડ્રાયફૂટના ભાવ ખુબ જ ઉંચા હતા. જેના કારણે બજારમાં મંદી હતી. હવે વેપારીઓ દિવાળી અને ત્યારબાદ લગ્નગાળાની સિઝનમાં સારા વેપારની આશા રાખી રહ્યા છે. જોકે, તહેવારમાં દરેક વસ્તુઓના ભાવમાં વધારાએ લોકોની ચિંતા વધારી છે.