Site icon Revoi.in

વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલના પીએમ નેતન્યાહુ સાથે ફોન પર કરી વાતચીત,આ મુદ્દાઑ પર થઈ ચર્ચા

Social Share

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તેમના ઇઝરાયેલના સમકક્ષ બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી અને માનવતાવાદી સહાયતા અને ઇઝરાયેલ-હમાસ સંઘર્ષના ઉકેલની જરૂરિયાતને વાતચીત અને મુત્સદ્દીગીરી દ્વારા પુનરાવર્તિત કરી. વડા પ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર નેતન્યાહૂએ વડા પ્રધાન સાથે ટેલિફોન પર વાત કરી અને તેમને ઇઝરાયેલ-હમાસ સંઘર્ષમાં તાજેતરના વિકાસ વિશે માહિતી આપી.આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ દરિયાઈ ટ્રાફિકની સુરક્ષાને લઈને ચિંતાઓ શેર કરી.

PMO અનુસાર “વડાપ્રધાને અસરગ્રસ્ત વસ્તીને સતત માનવતાવાદી સહાયની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો અને સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા તમામ બંધકોને મુક્ત કરવા સહિત સંઘર્ષના વહેલા અને શાંતિપૂર્ણ ઉકેલની જરૂરિયાત પર ભાર મૂક્યો.” બંને નેતાઓ સંપર્કમાં રહેવા માટે સંમત થયા.

મોદીએ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ચાલી રહેલા ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ પર વિચારોનું સાર્થક આદાન-પ્રદાન થયું.જેમાં સમુદ્રી યાતાયાતની સુરક્ષા અંગેની સહિયારી ચિંતાઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું,પ્રભાવિતો માટે નિરંતર માનવીય સહાયતાની સાથે ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાની શીઘ્ર બહાલીના પક્ષમાં ભારત ના નિરંતર રૂખ પર પ્રકાશ પાડ્યો.

7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઈઝરાયેલ પરના ભયાનક હુમલા બાદ ઈઝરાયેલે જવાબી હુમલાઓ શરૂ કર્યા હતા, જેમાં અત્યાર સુધીમાં લગભગ 20,000 પેલેસ્ટાઈનના મોત થયા છે જ્યારે લગભગ 19 લાખ લોકો વિસ્થાપિત થયા છે. ઇઝરાયેલે મંગળવારે દક્ષિણ ગાઝાને નિશાન બનાવીને સ્ટ્રાઇક શરૂ કરી હતી, જેમાં 28 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. ઈઝરાયેલે ગાઝાના ઉત્તર ભાગમાં આવેલી એકમાત્ર ઓપરેટિંગ હોસ્પિટલ પર પણ દરોડા પાડ્યા હતા.આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે હુમલામાં ત્રણ બંધકોના મોત બાદ ઇઝરાયેલ પર યુદ્ધવિરામ માટે દબાણ વધી રહ્યું છે. જો કે અમેરિકાના સમર્થનમાં વધારો થયા બાદ ઈઝરાયેલે હમાસ વિરુદ્ધ હુમલા તેજ કર્યા છે.