Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વીટર ઉપર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતા રાજનેતા બન્યાં

Social Share

દિલ્હીઃ અમેરિકી સાંસદ ઉપર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા. દરમિયાન ટ્વીટર દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટર એકાઉન્ડ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફાયદો થયો છે. વિશ્વમાં ટ્વીટર ઉપર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બની ગયા છે. થોડા દિવસો પહેલા જ આ રેકોર્ડ અમેરીકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના નામે હતો. જોકે અમેરીકી સંસદમાં થયેલી હિંસાને પગલે ટવીટરે વિશ્વના સૌથી શકિતશાળી રાષ્ટ્રપતિનું ટવીટર અકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના પર્સનલ અકાઉન્ટ પર 88.7 મિલ્યન લોકો ફોલો કરી રહ્યાં હતા. વિશ્વના સૌથી એકટીવ નેતાઓના લીસ્ટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા નંબર પર હતા. પીએમ મોદીને 64.7 મિલ્યન એટલે કે 6 કરોડ 47 લાખ લોકો ફોલો કરે છે. જોકે ભુતપુર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા 127.9 મિલ્યન એટલે કે 12 કરોડ 79 લાખ ફોલોઅર્સ સાથે ટવીટર પર વિશ્વમાં સૌથી વધુ ફોલો કરવામાં આવનાર રાજનેતા છે. જોકે ઓબામા હાલ કોઇ પદ પર નથી આથી તેમને સક્રિય રાજનેતા ન માની શકાય. બીજી તરફ અમેરીકાના નવા ચુંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડનના ટવીટર પ2 23.3 મિલ્યન ફોલોઅર્સ છે.